ભુજના નાગરિકોએ હમીરસરના હિતમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું

Printer-friendly version

છેલ્લા કેટલાક સમયથી ભુજના હમીરસર તળાવની અંદર તંત્ર દ્વારા બ્યુટીફીકેશન અંતર્ગત બાંધકામ કરવામાં આવી રહ્યું છે જેના વિરોધમાં ભુજના નાગરિકોએ હમીરસરના હિતમાં જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી બાંધકામ બંધ કરાવવા અપીલ કરી છે.

ભુજમાં પાણીના મુદ્દે સક્રિય જુથ "જલ સ્ત્રોત સ્નેહ સંવર્ધન સમિતી" તેમજ અન્ય સંસ્થાઓના કાર્યકરો અને ભુજના નાગરિકોએ તાજેતરમાં મૌન સ્વરુપે રેલીનું આયોજન કર્યું હતું. હમીરસર તળાવથી કલેક્ટર કચેરી સુધીની રેલીમાં ૩૦૦ જેટલા નાગરિકો જોડાયા હતા. રેલી બાદ કચેરીના પ્રાંગણમાં એકત્ર થયેલા હમીરસર પ્રેમીઓના પ્રતિનિધિઓએ સર્વાનુમતે અને સૌની સહી સાથેનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરશ્રી રેમ્યાબેન મોહનને પાઠવ્યું હતું. આવેદનપત્રમાં મુખ્ય મુદ્દાઓ સુચવવામાં આવ્યા છે જેમાં હાલમાં બ્યુટિફીકેશનના નામે થતી તમામ કામગીરી રદ્દ કરવામાં આવે, અત્યાર સુધી થયેલું બાંધકામ તોડી પાડી તેનો મલબો દુર કરવામાં આવે અને તેનો ખર્ચ બાંધકામ કરનાર પાસેથી વસુલવામાં આવે, અત્યાર સુધી થયેલો ખર્ચ જવાબદાર અધિકારીઓ અને લાગતા વળગતાના શિરે નાખવામાં આવે, તળાવના બ્યુટિફીકેશન માટે (આવક જાવક ક્ષેત્ર, તળાવ અને તેની આસપાસનો વિસ્તાર) નવું આયોજન થવું જોઇએ જેમાં અભ્યાસુ નાગરિકોની સામેલગીરી હોય તેમજ નવા આયોજનમાં કલેક્ટરશ્રીની મધ્યસ્થી હોવી જોઇએ.

હમીરસર જાગૃતિ અભિયાનના બેનર હેઠળ યોજાયેલી રેલીમાં જેએસએસએસના કન્વીનર તરુણકાંતભાઇ છાયા, અરુણભાઇ વચ્છરાજાની, સંદીપભાઇ વીરમાણી, પીરસાહેબ, મયુરધ્વજસિંહ જાડેજા, મહેન્દ્રભાઇ જોષી, રતિલાલ ડુડિયા, રવિ ત્રવાડી, ભુપેદ્ર મહેતા, અભિયાનના મનીષભાઇ આચાર્ય, ભાવસિંહ ખેર, જિજ્ઞેશ ડુડિયા, એક્ટના મનીષાબેન જાડેજા, બીબીસીના જય અંજારિયા ઉપરાંત અનેક નાગરિકો, અગ્રણીઓ જોડાયા હતા.

Author
jayanjaria's picture