શહેરી આયોજન અને વિકાસ

ભુજના હોમ્સ ઇન ધ સીટિ પ્રકલ્પ અંતર્ગત હુન્નરશાળા ફાઉન્ડેશન અને અર્બન સેતુ દ્વારા સ્ટ્રીટ વેન્ડર પ્રોટેક્શન ઓફ લાઇવલીહુડ એન્ડ એગ્યુલેશન ઓફ સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટ ૨૦૧૪ મુજબ આયોજિત કાર્યક્રમમાં હાથલારી વિક્રેતાઓને સંગઠિત બની જાગૃત થવા આહવાન કરાયું હતું.

posted by vishram.vaghela on the 8th Oct 2018

વિકેન્દ્રિત શાસન વ્યવસ્થાની પહેલ સ્વરુપે ભુજ નગરપાલિકા દ્વારા ભુજના ચાર વોર્ડ ૭, ૮, ૧૦ અને ૧૧માં વોર્ડ ઓફિસના લોકાર્પણનો કાર્યક્રમ ભુજના ધારાસભ્યની અધ્યક્ષતામાં યોજાઇ ગયો.

posted by jayanjaria on the 20th Sep 2018

સરકાર અને વંચિત નાગરિકો વચ્ચે સંકલનની ભુમિકા ભજવનાર સેતુ અભિયાનના માહિતીમિત્ર વિભાગ દ્રારા વિવિધ સરકારી વિભાગોની સામાજિક સહાયની યોજનાઓ વિશે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. ભુજના વિવિધ વિસ્તારોના નાગરિકોની બહોળી હાજરીમાં સરકારી અધિકારીઓએ માહિતી પુરી પાડી ચર્ચા કરી હતી.

posted by jayanjaria on the 30th Aug 2018

ભુજમાં લોકભાગીદારી દ્વારા સુશાસનની પ્રક્રિયા થાય એવા આશય સાથે વોર્ડ સમીતિના સભ્યો માટે વોર્ડનું વિસ્તાર વિકાસ આયોજન કેવી રીતે બનાવવું અને નગરપાલિકા સાથે કેવા પ્રકારના સંકલન કરવા એ અંગેની એક દિવસીય કાર્યશાળાનું આયોજન ભુજ અર્બન સેતુ અને ભુજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાઇ ગઇ.

posted by jayanjaria on the 1st Mar 2018

ગત ૨જી જૂનના રોજ તંત્ર, સ્વૈચ્છિક તેમજ ધાર્મિક સંસ્થાઓ અને નાગરિકોની ઉપસ્થિતિમાં "હમીરસર" તળાવમાં લોકભાગીદારી સાથે ખાણેત્રું શરુ કરવામાં આવ્યું હતું જેને આજે ૫ દિવસ પુરા થયા છે.

posted by jayanjaria on the 9th Jun 2017

સમાજથી દુર એક સમાજ જેવી ભુજની પાલારા જેલમાં અધિક્ષક શ્રી વીરભદ્રસિંહ ગોહિલ સાહેબ દ્વારા કેદીઓના જેલકાળને વિવિધ પ્રવૃત્તિઓ થકી અર્થસભર બનાવવાની નોંધપાત્ર પ્રવૃત્તિઓ થતી રહે છે. હાલમાં કેદીઓના માનસ પરિવર્તન માટે આજથી "ભાગવત સપ્તાહ"નું આયોજન કરવામાં આવ્યું છે.

posted by jayanjaria on the 1st મે 2017

પૃષ્ઠો

Bhuj is a city/town governed by the Bhuj Municipality, Kachchh district, in the state of Gujarat. The total population in Bhuj city/town is 48,834 as per the survey of census during 2011 by Indian Government. Bhuj Municipality has 14 wards.

વાણીયાવાડ નાકું