શિક્ષણ અને જાગૃતિ

“ભણતર" વિનાનું જીવન ભાર જેવુ હોય છે, આવું માનતાં લતાબેને પોતાનું જીવન વંચિત વિસ્તારના બાળકોને સારું શિક્ષણ અને સારા સંસ્કાર મળે એ માટે સમર્પિત કરી દીધું છે.

posted by jayanjaria on the 11th Jul 2016

“૨ માસના બાળકનો આધારકાર્ડ” કેમ ? આશ્ચર્ય થયું ને, હા આ સાચી વાત છે, ભુજમાં કાર્યરત સેતુ અભિયાનના માહિતી મિત્ર દ્વારા આધારકાર્ડ બનાવવાની કામગીરી ચાલુ છે, ત્યારે તેમણે ૨ માસના બાળકનો આધારકાર્ડ બનાવ્યો છે.

posted by jayanjaria on the 25th મે 2016

“અલબત્ત તેમની શક્તિ ખોટા માર્ગે વેડફાઇ છે પણ મારી જેલના કેદીઓમાં અનેક પ્રકારના કૌશલ્યો છે!” ભુજની પાલારા જેલમાં 'પ્લાસ્ટિક વણાટ'ની તાલીમ લઇ રહેલા કેદીઓની મુલાકાત વખતે જેલના અધિક્ષક વિરભદ્રસિંહ ગોહિલે આ વાત ગૌરવ સાથે મુકી હતી.

posted by jayanjaria on the 29th Apr 2016

લાભાર્થીઓને યોજનાનો પુરો લાભ અને પરિવારોમાં સુખાકારી માટે સતત ઝઝુમતા કેસરબેન ! કોઇની કાન ભંભેરણી કરીને કોઇના ઘરમાં કંકાસ ઉભો કરવો તો ખુબ જ સરળ કામ છે પણ કોઇના ઘરમાં ઉભા થયેલા કંકાસને પ્રેમ અને સમજાવટથી સમાધાન કરાવવું એટલું જ મુશ્કેલ !

posted by jayanjaria on the 27th Apr 2016

"મને ભણવું છે પણ મને નિશાળે જવું ગમતું નથી" ભુજના વાંસફોડા વિસ્તારમાં રહેતો નવ વર્ષની છોકરી મહેક કહે છે. વાંસફોડા ભુજ માધાપર હાઇવેના કિનારે વસેલી ઝુંપડપટ્ટી વસાહત છે જ્યાં મહેક તેના માતાપિતા અને ત્રણ ભાઇબહેન સાથે રહે છે.

posted by jayanjaria on the 12th Apr 2016
ભુજ સેતુ માહિતી કેન્દ્ર અંતર્ગત માહિતી મિત્ર દ્વારા માહિતીનો વ્યાપ વધે અને તે માટે સ્થાનીય યુવાનો જાગૃત, માહિતગાર બની પોતાના વિસ્તારનાં જરૂરિયાતમંદ પરિવારોને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ આપવી શકે તેવા ઉમદા હેતુ દ્વારા માહિતીનું આદાન-પ્રદાનનો કાર્યક્રમ સેતુ ઓફિસ પર યોજવામાં આવેલો હતો.
posted by vishram.vaghela on the 6th Apr 2016

પૃષ્ઠો