#bhujheritage

વૈશાખ સુદ ૧૩ સંવત ૧૯૭૮ ઇ.સ.ના દિવસે આ વંડીની સ્થાપના કરવામાં આવી છે. જેઠીમલ સમાજ આ વંડીનો વિવિધ પ્રસંગો પર ઉપયોગ કરે છે. આ વંડીમાં આવેલું મહાદેવનું મંદિર ભુજના સ્વામીનારાયણ મંદિરથી પણ પહેલાં બનેલું હોવાનું જાણવા મળે છે. રાજાશાહિમાં આ જગ્યાએ રાજાના ઘોડા બાંધવામાં આવતા.

Information posted on the 25th Nov 2014

જેઠીમલ્લ એ બ્રાહ્મણની ૮૪માંની એક પેટા જ્ઞાતિ છે. આ સમાજના લોકો શરીરે પુષ્ટ હોવાના કારણે રાજાને રાજના રક્ષણમાં ઉપયોગી બનતા. તેથી તેમને કસરત કરવા માટે મહારાવ તરફથી આ અખાડો આપવામાં આવ્યો હતો જ્યાં જેઠીમલ્લના મલ્લ કુસ્તી, કસરત કરતા અને સાધુ-સંતો અહિં રાતવાસો પણ કરતા.

Information posted on the 25th Nov 2014

જૈન ધર્મમાં જેને 'પૌષધ' કહેવાય છે એટ્લે કે 'પુષ્ટ' એ શબ્દ પરથી આત્માને પુષ્ટ બનાવતી આ જગ્યા 'પોશાળ' કહેવાઇ. હિન્દુ, જૈન, મુસ્લિમ દરેક સંપ્રદાયનો સમન્વય અહીં જોવા મળે છે.

Information posted on the 25th Nov 2014

ટંકશાળ એટલે જ્યાં ચલણી નાણું છાપવામાં આવે એ જગ્યા. અંદાજે ૩૦૦ વર્ષ પહેલાં દરબાર ગઢની બહાર નિકળતાં જુની ટંકશાળ આવેલી છે. આ ટંકશાળમાં કચ્છરાજ તરફથી એ સમયનું ચલણી નાણું છપાવવામાં આવતું. છેલ્લા ૧૦૦ વર્ષ અગાઉ આ ટંકશાળ નવી જગ્યાએ શરુ કરવામાં આવી જેને આપણે ટ્રેઝરી તરીકે ઓળખીએ છીએ.

Information posted on the 25th Nov 2014

ભુજ શહેરની ભાગોળે આવેલો ભૂજિયો ડુંગર શહેરની શાન છે. ભુજંગ નાગની લાંબી વાર્તા સાથે આ ડુંગરની વાત જોડાયેલી છે. ભૂજિયો ડુંગર ભુજનો લશ્કરી રક્ષક હતો. આ ડુંગરને રક્ષિત રખાલ તરીકે જાહેર કરી મહારાવે બહાર થી દીપડા આયાત કરી છૂટા મૂક્યા હતા.

Information posted on the 13th Nov 2014

વાણીયાવાડ વિસ્તારથી આગળ જતાં વાણીયાનો ડેલો આવે છે. જૈન સંપ્રદાયના જૈન ઉપાશ્રયો, જિનાલયો અને સભાગૃહો આ વિસ્તારમાં આવેલાં છે. તેમજ જૈન સમાજની વાડી પણ અહિં જ આવેલી છે. આ વિસ્તારમાં આજે પણ મોટી માત્રામાં જૈન લોકોનો વસવાટ છે.

Information posted on the 11th Nov 2014

પૃષ્ઠો