સંસ્કૃતિ અને વારસો

છેલ્લા કેટલાક સમયથી ભુજના હમીરસર તળાવની અંદર તંત્ર દ્વારા બ્યુટીફીકેશન અંતર્ગત બાંધકામ કરવામાં આવી રહ્યું છે જેના વિરોધમાં ભુજના નાગરિકોએ હમીરસરના હિતમાં જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી બાંધકામ બંધ કરાવવા અપીલ કરી છે.

posted by jayanjaria on the 1st Mar 2018

Ramkund, the small well-temple hidden in the corners of Bhuj, only to be found when searched for, had a very special day on 29th April 2017.

posted by Cora Samusch on the 5th મે 2017

સમાજથી દુર એક સમાજ જેવી ભુજની પાલારા જેલમાં અધિક્ષક શ્રી વીરભદ્રસિંહ ગોહિલ સાહેબ દ્વારા કેદીઓના જેલકાળને વિવિધ પ્રવૃત્તિઓ થકી અર્થસભર બનાવવાની નોંધપાત્ર પ્રવૃત્તિઓ થતી રહે છે. હાલમાં કેદીઓના માનસ પરિવર્તન માટે આજથી "ભાગવત સપ્તાહ"નું આયોજન કરવામાં આવ્યું છે.

posted by jayanjaria on the 1st મે 2017

How a heritage walk through Bhuj opened my eyes after six months.

posted by Cora Samusch on the 2nd Mar 2017

યુ – યુયુત્સવૃત્તિ , વા – વાત્સલ્ય , ન – નમ્રતા.

જે વ્યક્તિ સત્ય તેમજ યોગ્ય વાત માટે પોતાનો અવાજ ઉઠાવી સકે. બાળકો સાથે વાત્સલ્યભાવે વર્તી સકે અને વડીલો સાથે નમ્રતાથી વર્તતો હોય તે વ્યક્તિ એટ્લે યુવાન !

posted by Shuchi on the 12th જાન્યુ 2017

કચ્છમાં સૌથી જૂના અને નહેરુ યુવા કેન્દ્ર તરફથી શ્રેષ્ઠ મહિલા મંડળનો એવોર્ડ મેળવનાર આ સંસ્થાને ૮૦ વર્ષ પૂર્ણ થતાં તાલીમાર્થીઓ દ્વારા તેનો અસિતી વર્ષ મહોત્સવનો એક રંગારંગ કાર્યક્ર્મ તા. ૧૭/૧૨/૨૦૧૬ ના સહયોગ હોલમાં ભુજના નગરપતિશ્રી અશોકભાઇ હાથીના અધ્યક્ષપદે તથા જિલ્લા શિક્ષણાધિકારી ડો.

posted by Chatthi Bari Ma... on the 30th Dec 2016

પૃષ્ઠો

''સહજ સૌન્દર્ય થી છલકાતી ,
લટકાળી, નમણી, રમણી...
જો સુંદર નામ ધારી અને મૃદુ-મિષ્ટ ભાષી પણ હોય તો? તો..કોઇપણ વ્યક્તિ પૂરા આત્મવિશ્વાસ થી બોલી ઉઠશે... '' તેણી નાગરાણી જ છે''!

ભુજમાં એક સમયે સાંસ્ક્રુતિક કેન્દ્ર બની ગયેલો નાગર ચકલો ભવ્ય ભૂતકાળ ધરાવે છે. ભલે આજે તેની જાહોજલાલીમાં કદાચ ઓછપ આવી હશે પણ એક સમયે ધબક્તો આ વિસ્તાર ભવ્ય સંભારણા ધરાવે છે. બુઝુર્ગ લેખક અને નાગર જ્ઞાતિના ભૂદેવ સ્વ.

વૈશાખ સુદ ૧૩ સંવત ૧૯૭૮ ઇ.સ.ના દિવસે આ વંડીની સ્થાપના કરવામાં આવી છે. જેઠીમલ સમાજ આ વંડીનો વિવિધ પ્રસંગો પર ઉપયોગ કરે છે. આ વંડીમાં આવેલું મહાદેવનું મંદિર ભુજના સ્વામીનારાયણ મંદિરથી પણ પહેલાં બનેલું હોવાનું જાણવા મળે છે. રાજાશાહિમાં આ જગ્યાએ રાજાના ઘોડા બાંધવામાં આવતા.

જેઠીમલ્લ એ બ્રાહ્મણની ૮૪માંની એક પેટા જ્ઞાતિ છે. આ સમાજના લોકો શરીરે પુષ્ટ હોવાના કારણે રાજાને રાજના રક્ષણમાં ઉપયોગી બનતા. તેથી તેમને કસરત કરવા માટે મહારાવ તરફથી આ અખાડો આપવામાં આવ્યો હતો જ્યાં જેઠીમલ્લના મલ્લ કુસ્તી, કસરત કરતા અને સાધુ-સંતો અહિં રાતવાસો પણ કરતા.

જૈન ધર્મમાં જેને 'પૌષધ' કહેવાય છે એટ્લે કે 'પુષ્ટ' એ શબ્દ પરથી આત્માને પુષ્ટ બનાવતી આ જગ્યા 'પોશાળ' કહેવાઇ. હિન્દુ, જૈન, મુસ્લિમ દરેક સંપ્રદાયનો સમન્વય અહીં જોવા મળે છે.

ટંકશાળ એટલે જ્યાં ચલણી નાણું છાપવામાં આવે એ જગ્યા. અંદાજે ૩૦૦ વર્ષ પહેલાં દરબાર ગઢની બહાર નિકળતાં જુની ટંકશાળ આવેલી છે. આ ટંકશાળમાં કચ્છરાજ તરફથી એ સમયનું ચલણી નાણું છપાવવામાં આવતું. છેલ્લા ૧૦૦ વર્ષ અગાઉ આ ટંકશાળ નવી જગ્યાએ શરુ કરવામાં આવી જેને આપણે ટ્રેઝરી તરીકે ઓળખીએ છીએ.

પૃષ્ઠો