સહજીવન

Printer-friendly version
1991 માં જનવિકાસ ઇકોલોજી સેલ તરીકે કચ્છ ના ગ્રામ્ય વિસ્તારો ની મહિલાઓ ના સંગઠનો ને પ્રકૃતિક સંસાધનો ની જાળવણી ના કર્યા માં મદદ રૂપ થવા માટે સહજીવન ની સ્થાપના થઈ હતી.1997 માં એક સ્વતંત્ર સંસ્થા તરીકે નોંધાઈ સહજીવને પ્રકૃતિક સંસાધનો તરફ મજબૂત જાતિ પરિપ્રેક્ષ્ય વિકસિત કર્યો છે,અને પારંપરિક જ્ઞાન થી આદર કરી તેનાથી શીખ મેળવી આગળ વધવા ની પદ્ધતિ અપનાવી છે .કચ્છ માં બિન સરકારી સામાજિક સંગઠનો ના પ્રથમ પાયા તરીકે ગણાતી આ સંસ્થા એ ઘણા "નોલેજ સેંટર" સ્થાપિત કર્યા છે.જે આગળ જય ને સ્વતંત્ર સંસ્થા તરીકે ઓળખ પામ્યા છે. હાલ સહજીવન માં ત્રણ વિભાગો છે -વિકેન્દ્રિત પીવાનું પાણી ,પશુપાલન વિભાગ,શહેરી વિસ્તાર માં પર્યાવરણીય પહેલ,. હોમ્સ ઇન ધ સિટી કાર્યક્રમ હેઠળ સહજીવન નો શહેરી પર્યાવરણ પહેલ વિભાગ ભુજ શહેર માં વંચિત વિસ્તારો માં વિકેન્દ્રિત પીવાના પાણી ની યોજના ઊભી કરવા તેમજ શૌચાલય ની સુવિધા માટે વોર્ડ નંબર 2 અને 3 માં કાર્યરત છે.સાથેજ શહેર માં ઘન કચરા વ્યવસ્થાપન માટે સહજીવન જાગૃતિ કાર્યક્રમો ,પ્લાસ્ટિક ના ઝભલા નું ફરી ઉપયોગ કરવો,ભીના કચરા નો પશુ આહાર તરીકે ઉપયોગ કરવા જેવા કાર્યક્રમો લોક સહયોગ થી કરે છે.ભુજ નગરપાલિકા સાથે જોડાણ કરી સહજીવને વિકેન્દ્રિત પીવાના પાણી માટે એરિડ કોમ્યુનિટિસ એન્ડ ટેક્નોલોજીસ સાથે,શૌચાલય કાર્યક્રમ માટે હુનરશાળા સાથે, ઘન કચરા વ્યવસ્થાપન માટે કચ્છ મહિલા વિકાસ સંગઠન સાથે અને ભુજ સેતુ સાથે એરિયા સમિતિઓ બનાવવા માટે ભાગીદારી કરી છે.

This NGO is involved in :