વ્રજભાષા પાઠશાળા

કચ્છના મહારાવશ્રી લખપતજી સાહિત્ય અને કલાના પોષનારા હતા. તેમણે ઇ.સ. ૧૭૪૯માં વ્રજભાષાની પાઠશાળાની સ્થાપના ભુજમાં કરી હતી. આ પાઠશાળામાં શિક્ષણ લેવા આવતા છાત્રોના અભ્યાસ દરમ્યાન તમામ પ્રકારના ખર્ચ કચ્છ રાજ્ય ભોગવતું. કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્ર, ગુજરાત, સિંધ પ્રદેશમાંથી ભાટ-ચારણો અહી અભ્યાસ માટે આવતા. આ પાઠશાળામાં અભ્યાસ બાદ ઉતીર્ણ થયેલા છાત્રોને “કવિ”નું બિરુદ આપવામાં આવતું, જેમાં ૩૫૦ જેટલા સમર્થ કવિઓ તૈયાર થયા હતા. આ કવિઓએ અંદાજે ૪૦૦૦ જેટલી કાવ્ય-સૃતિઓનું સર્જન કર્યું હતું. અહી લગભગ ૧૧૦૦૦ જેટલા મૂલ્યવાન ગ્રંથો હતા જે આઝાદી બાદ નાશ પામ્યા.

ભુજ ના નાગરિકોની ભાગીદારીને કારણે ભુજ માહિતી વિભાગ શરુ થયો છે.
જો આપ આ વિભાગમાં કોઈ પણ માહિતી ઉમેરવા કે સુધારવા ઇચ્છતા હો તો મહેરબાની કરી અમારો સંપર્ક કરો.