વિકલાંગ શિષ્યવૃત્તિ

• યોજનાની રૂપરેખા :

અરજી પત્રકો દર વર્ષ શૈક્ષણિક સત્ર શરૂઆત ૧૫ જુન થી ૩૧ ઓગષ્ટ દરમિયાન શાળા દ્વારા ભરવામાં આવે છે. વિકલાંગ વ્યકિતની ટકાવારી ઓછામાં ઓછી ૪૦% હોવી જરૂરી છે. જેમાં શિષ્યવૃત્તિ જે તે પ્રા. શાળાને તાલુકા વિકાસ અધિકારી દ્વારા મોકલવામાં આવે છે.

સહાય કોને મળી શકે

૧. ૪૦ % કે તેથીવિકલાંગતા ધરાવતા હોવા જોઇએ.
૨. આવકમર્યાદા વાર્ષિક રૂ. ૫૦,૦૦૦/-
૩. વિકલાંગ ઓળખકાર્ડ ધરાવતા હોવા જોઇએ
૪. વાર્ષિક પરીક્ષામાં ૪૦ ટકા કે તેથી વધુ ગુણ હોવા જોઇએ

મળવાપાત્ર સહાય

ધોરણ ૧થી ૭ સુધી રૂ.૧૦૦૦ તથા ધોરણ ૮ થી ઉપરના વિદ્યાર્થીઓને રૂ.૫૦૦૦ની સહાય.

આધાર પુરાવા

૧. રાશન કાર્ડ
૨. વિકલાંગ ઓળખ કાર્ડ
૩. ડોકટર સર્ટીફીકેટ
૪. આવકનો દાખલો
૫. ગત વર્ષની વાર્ષિક પરિણામની પ્રમાણીત નકલ.
૬. જાતિનો દાખલો

અરજી કયાં કરવી

જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી (નાગીરક સોસાયટી, અંધશાળાનાં મકાનમાં, હોસ્પીટલ રોડ) ભુજ.
મામલતદાર કચેરી
અરજીપત્ર : નિયત અરજી પત્ર માં અરજી કરવી.

ભુજ ના નાગરિકોની ભાગીદારીને કારણે ભુજ માહિતી વિભાગ શરુ થયો છે.
જો આપ આ વિભાગમાં કોઈ પણ માહિતી ઉમેરવા કે સુધારવા ઇચ્છતા હો તો મહેરબાની કરી અમારો સંપર્ક કરો.