વાણીયાનો ડેલો

વાણીયાવાડ વિસ્તારથી આગળ જતાં વાણીયાનો ડેલો આવે છે. જૈન સંપ્રદાયના જૈન ઉપાશ્રયો, જિનાલયો અને સભાગૃહો આ વિસ્તારમાં આવેલાં છે. તેમજ જૈન સમાજની વાડી પણ અહિં જ આવેલી છે. આ વિસ્તારમાં આજે પણ મોટી માત્રામાં જૈન લોકોનો વસવાટ છે. તેથી આ ડેલાને 'વાણીયાનો ડેલો' કે જૈન ડેલો કહેવાય છે. સમાજની વાડી બાજુમાં જ હોવાથી જૈન પ્રસંગોમાં આ વિસ્તારમાંથી રવાડી નીકળે છે જેમાં સમગ્ર વિસ્તારના લોકો જોડાય છે. જૈન ડેલાની અંદરના વિસ્તારમાં આજે પણ જૈન લોકોનાં જુના બાંધકામના મકાનો જોવા મળે છે.

Contributors and sources for this content

ભુજ ના નાગરિકોની ભાગીદારીને કારણે ભુજ માહિતી વિભાગ શરુ થયો છે.
જો આપ આ વિભાગમાં કોઈ પણ માહિતી ઉમેરવા કે સુધારવા ઇચ્છતા હો તો મહેરબાની કરી અમારો સંપર્ક કરો.