તોરણિયું નાકું

હોળી ચકલાની પશ્ચિમે દરબારગઢના પ્રવેશદ્વારને “તોરણિયું નાકું” તેમજ "હોળી ચકલાનું નાકું" કહેવામા આવે છે. રાજશાહીમાં બનેલ આ નાકા પર મોગલ, ડચ તથા કચ્છી સ્થાપત્યના દર્શન થાય છે. ઐતિહાસિક વાત મુજબ કચ્છના રાજવીએ હળવદના ધિંગાણામાં વિજય મેળવી ત્યાના પ્રવેશદ્વારના નાકા ભુજ લાવી ભુજના તોરણીયા નાકામાં લગાવ્યા હતા.

img_1299-001.jpg

આ નાકાની ઉંચાઇ વિશે રસપ્રદ વાત છે, તમે જાણો છો શું ? જ્યારે રાજાશાહિ સમયમાં મહારાવની અસ્વારી નિકળતી ત્યારે તેમાં ઘોડા, હાથી પણ જોડાતા. હાથી પર અમ્બાડીમાં મહારાવ બિરાજતા તેમની અમ્બાડી નાકામાથી હાથી સહિત પસાર થઇ શકે એ માટે નાકાની ઉંચાઇ રાખવામાં આવી છે

img_1299-002.jpg

 

તોરણિયા નાકાનું રાજકીય, ધાર્મિક તેમજ ઐતિહાસિક મહત્વ ઘણું છે. નવરાત્રીમાં કચ્છના મહારાવશ્રી માતાના મઢ ચામર ચડાવવા જાય એ વિધિ આજે પણ થાય છે. એ ચામર આ દરબારગઢમાં રાખવામા આવે છે અને અહી થી જ ચામર વિધિની શરૂઆત થાય છે.

ભુજ ના નાગરિકોની ભાગીદારીને કારણે ભુજ માહિતી વિભાગ શરુ થયો છે.
જો આપ આ વિભાગમાં કોઈ પણ માહિતી ઉમેરવા કે સુધારવા ઇચ્છતા હો તો મહેરબાની કરી અમારો સંપર્ક કરો.