સંત સુરદાસ યોજના

• યોજનાની રૂપરેખા :

તીવ્ર વિકલાંગતા ધરાવતા વિકલાંગોને (તેમજ ૦ થી ૫૦ બુદ્ધિ આંક ધરાવનાર ) ને આર્થિક સહાય આપવા માટે (ઇન્દિરાં ગાંધી નેશનલ ડીસ એબીલીટી પેન્શન યોજના ) અમલમાં છે.

સહાય કોને મળી શકે

૧. ૮૦ % થી વધુ વિકલાંગતા ધરાવતા હોવા જોઇએ.

૨. આવકમર્યાદા ગરીબી રેખાથી નીચે શહેરી વિસ્તારમાં વાર્ષિક રૂ. ૨૦,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧૫,૦૦૦/- થી વધુ ન હોવી જોઇએ.
૩. ગુજરાત રાજ્યમાં ૧૦ વર્ષથી રહેતા હોવા જોઇએ.
૪. વધુમાં વધુ ૬૪ વર્ષ સુધી આ યોજનાનો લાભ મેળવી શકશે વય જુથ ૧ થી ૧૭ હોય તેઓને

મળવાપાત્ર સહાય

પ્રતિ માસ રૂ. ૨૦૦ની સહાય અને ૧૮ થી ૬૪ હોય તેઓને રૂ.૪૦૦ની સહાય.
આધાર પુરાવા ૧. બી.પી.એલ. રાશન કાર્ડ
૨. વિકલાંગ ઓળખ કાર્ડ
૩. ડોકટર સર્ટીફીકેટ
૪. આવકનો દાખલો
૫. સુવર્ણ જયંતિ કાર્ડ

અરજી કયાં કરવી

જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી (નાગીરક સોસાયટી, અંધશાળાનાં મકાનમાં, હોસ્પીટલ રોડ) ભુજ.
મામલતદાર કચેરી
અરજીપત્ર : નિયત અરજી પત્ર માં અરજી કરવી.

ભુજ ના નાગરિકોની ભાગીદારીને કારણે ભુજ માહિતી વિભાગ શરુ થયો છે.
જો આપ આ વિભાગમાં કોઈ પણ માહિતી ઉમેરવા કે સુધારવા ઇચ્છતા હો તો મહેરબાની કરી અમારો સંપર્ક કરો.