શ્રી શિરોમણીરાય મંદિર

કચ્છના મહારાવ ખેંગારજીબાવાના સમયમાં બંધાયેલું આ શિરોમણીરાય મંદિર મળતી વિગતો અનુસાર ૬૪૫ વર્ષ જુનુ છે. તેમજ આ મંદિર સ્વામીનારાયણ ભગવાનનું પ્રસાદીનું સ્થળ પણ છે. અહી ભગવાનની મુર્તિની સ્થાપના કચ્છના તે સમયના મહારાણીએ પધરાવેલી છે. મળેલી વિગતો મુજબ મહારાણીને શિરોમણી ભગવાને સ્વપ્નમાં આવી ભુજ નગરની વચ્ચે તેમની સ્થાપના કરવા જણાવ્યું હ્તું જેથી તેમની સ્થાપના ભુજની જુની શાક માર્કેટ પાસે કરવામાં આવી.


આ મંદિરના નિજ મંદિરની બરાબર સામે ફુંવારો હોવાનું જણાય છે જે મંદિરની જાહોજલાલી દર્શાવે છે. કનુ મારાજ તેમજ નરભેરામ માસ્તરની ૭ પેઢીઓ આ મંદિરની સેવા કરતા આવ્યા છે. હાલમાં મુળજીભાઇ જોશી/વસા મંદિરમાં સેવા પુજા કરે છે. મંદિરમાં પ્રવેશતાં સામે પાણીનું પરબ રાખવામાં આવ્યું હતું જ્યાં આવતા જતા દર્શનાર્થિઓ માટે પાણીની સેવા કરવામાં આવતી જે જગ્યા આજે પણ જોઇ શકાય છે.

Contributors and sources for this content

ભુજ ના નાગરિકોની ભાગીદારીને કારણે ભુજ માહિતી વિભાગ શરુ થયો છે.
જો આપ આ વિભાગમાં કોઈ પણ માહિતી ઉમેરવા કે સુધારવા ઇચ્છતા હો તો મહેરબાની કરી અમારો સંપર્ક કરો.