શ્રી આદિનાથ જિનાલય

મહારાવશ્રી ભારમલજી પહેલાના સમયમાં એટલે કે આજથી ૪૧૪ વર્ષ અગાઉ તપગચ્છ સંઘના આ આદિનાથ જિનાલયની સ્થાપના કરવામાં આવી હતી. જૈનમુનિશ્રી વિવેકહર્ષગણિવર્યના ઉપદેશથી કચ્છના નરેશ રાવશ્રી ભારમલજીએ સંવત ૧૬૫૬ (ઇ.સ. ૧૬૦૦) માં આ જિનાલયનું નિર્માણ કરી તપગચ્છસંઘ વતી અર્પણ કર્યું હતું. જિનાલયના ઇતિહાસ અંગે જિનાલયના સ્નાત્રહોલની પુર્વ દિશામાં ૧૩ પંક્તિ વાળો ૩૬ ફુટ લાંબો મુળ શિલાલેખ આજે પણ જોવા મળે છે. આ શિલાલેખ તે સમયની "માગધી" ભાષામાં લખાયેલો છે.


છેલ્લા ૩૦ વર્ષથી જિનાલયમાં સેવાપુજા કરતા શ્રી જવાહરભાઇ ભોજકના કહેવા મુજબ ૨૦૦૧માં આવેલ ભુકંપમાં ભુજના દરેક મંદિરો નુક્સાન પામ્યાં છે પરંતુ કોઇ પણ મંદિરના નિજ મંદિરને નુકસાન પામ્યુ નથી. આદિનાથ જિનાલયને પણ ભુકંપમાં નુક્સાન થવા પામ્યું હતું જેનું જુન ૨૦૦૧માં જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો. ભુકંપ બાદ જિનાલયનો વિસ્તાર વિકસાવવામાં આવ્યો છે.

Contributors and sources for this content

ભુજ ના નાગરિકોની ભાગીદારીને કારણે ભુજ માહિતી વિભાગ શરુ થયો છે.
જો આપ આ વિભાગમાં કોઈ પણ માહિતી ઉમેરવા કે સુધારવા ઇચ્છતા હો તો મહેરબાની કરી અમારો સંપર્ક કરો.