રાષ્ટ્રિય કુટુંબ સહાય યોજના (સંકટ મોચન યોજના)

યોજનાની રૂપરેખા :

ગરીબી રેખાથી નીચે જીવતા (બી.પી.એલ.) કુટુંબની મુખ્ય કમાનાર વ્યકિતનું અવશાન થતાં કુટુંબ નિરાધાર બને છે. તેવા કુંટુંબને આર્થિક સહાય આપવા માટે ની યોજના . જેમાં મૃત્યું પામેલ વ્યકિતની ઉમર ૧૮ થી ૬૫ વર્ષ ની વચ્ચે હોય તેવા કિસ્સામાં

સહાય કોને મળી શકે

૧. કુટુંબની મુખ્ય કમાનાર વ્યકિતનું અવશાન થયું હોય.
૨. ગરીબી રેખા નીચે જીવતા (બી.પી.એલ.) પરીવાર હોય .
૩. મૃત્યું પામનાર ની ઉમર ૧૮ થી ૬૫ વર્ષ ની વચ્ચે હોય . તેવા કિસ્સામા
૪. આવકમર્યાદા ગરીબી રેખાથી નીચે શહેરી વિસ્તારમાં વાર્ષિક રૂ. ૧૧૮૫૦/- અને ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧૧,૦૦૦/- થી વધુ ન હોવી જોઇએ.
૫. ગુજરાત રાજ્યમાં ૧૦ વર્ષથી રહેતા હોવા જોઇએ.
૬. અવસાન થયાના ૨ વર્ષની અંદર અરજી કરેલ હોવી જોઇએ

મળવાપાત્ર સહાય

રૂ. ૧૦,૦૦૦/-

આધાર પુરાવા

૧. બી.પી.એલ.. રાશન કાર્ડની નકલ.
૨. મરણનો દાખલો.
૩. આકસ્મીક મૃત્યુ થયાના કિસ્સા માં ધIત્ તથા ષ.હ્મ. રીર્પોટ.
૪. આવકનો દાખલો.
૫. મૃત્યુ પામનાર ની ઉમરનો દાખલો.
૬. વારસદારો સગીર હોવાના પુરાવા
૭. બી.૫ી.એલ.હોવા અંગેનો દાખલો
૮. જાતિ અંગે નો નાખલો

અરજી કયાં કરવી

નાયબ જિલ્લા વિકાસ અધિકારી , મામલતદાર કચેરી

અરજીપત્ર : નિયત અરજી પત્ર માં અરજી કરવી. અને ૧ વર્ષની સમય મર્યાદામાં અરજી કરવી.

ભુજ ના નાગરિકોની ભાગીદારીને કારણે ભુજ માહિતી વિભાગ શરુ થયો છે.
જો આપ આ વિભાગમાં કોઈ પણ માહિતી ઉમેરવા કે સુધારવા ઇચ્છતા હો તો મહેરબાની કરી અમારો સંપર્ક કરો.