ફાટેલ તળાવ: : (મુન્દ્રા રોડ, લકી કેચમેન્ટ)

મુન્દ્રા રોડ પર આવેલ આ તળાવ લકીના ડુંગરોમાંથી આવતા પાણીના સંગ્રહ અને હમીરસર તળાવના આવકક્ષેત્રને પાણી પૂરું પાડવાના સ્રોત તરીકે નૈસર્ગીક રીતે બનાવેલું તળાવ છે. આ તળાવના ઓગનનું પાણી મિરઝાપર થઇ મોચીરાઇ રખાલથી ૨૪ કુવાવાળી આવમાં થઇ હમીરસર તળાવ સુધી પહોંચતું. પરંતુ હાલમાં આ તળાવની આવને બદલીને યુનિવર્સિટી તરફ વાળવામાં આવી છે જેથી તળાવનું ઓગન ઓછું થતા ૨૪ કુવા સુધી આવ પહોંચતી નથી. આ તળાવનો વિસ્તાર આશરે ૧૦ થી ૧૨ હેકટર અને ઊંડાઇ ૧૦ થી વધારે હોય તેમ જણાય છે.

ભુજ ના નાગરિકોની ભાગીદારીને કારણે ભુજ માહિતી વિભાગ શરુ થયો છે.
જો આપ આ વિભાગમાં કોઈ પણ માહિતી ઉમેરવા કે સુધારવા ઇચ્છતા હો તો મહેરબાની કરી અમારો સંપર્ક કરો.