ઓલ્ડ મીન્ટ (જુની ટંકશાળ)

ટંકશાળ એટલે જ્યાં ચલણી નાણું છાપવામાં આવે એ જગ્યા. અંદાજે ૩૦૦ વર્ષ પહેલાં દરબાર ગઢની બહાર નિકળતાં જુની ટંકશાળ આવેલી છે. આ ટંકશાળમાં કચ્છરાજ તરફથી એ સમયનું ચલણી નાણું છપાવવામાં આવતું. છેલ્લા ૧૦૦ વર્ષ અગાઉ આ ટંકશાળ નવી જગ્યાએ શરુ કરવામાં આવી જેને આપણે ટ્રેઝરી તરીકે ઓળખીએ છીએ. જુની ટંકશાળની બાજુમાં આવેલા દેપાળા ફળિયામાં ૫૬ વર્ષથી રહેતા જગદિશભાઇએ આપેલી માહિતિ મુજબ ટંકશાળમાં વિશ્વકર્માનું મંદિર પણ હતું અને રોજ તેમાં લોકો પુજા કરવા આવતા.

Contributors and sources for this content

ભુજ ના નાગરિકોની ભાગીદારીને કારણે ભુજ માહિતી વિભાગ શરુ થયો છે.
જો આપ આ વિભાગમાં કોઈ પણ માહિતી ઉમેરવા કે સુધારવા ઇચ્છતા હો તો મહેરબાની કરી અમારો સંપર્ક કરો.