નવા રેશન કાર્ડ (ફોર્મ નં ૦૨)

રૂપરેખા

સામાન્યત: રાજયની અંદર વસવાટ કરતાં ડેશનાં દરેક નાગરીકને રેશન કાર્ડ મેળવવાનો અધિકાર છે આ માટે કુટુંબ વડાએ રાજય સરકારે નકકી કરેલ નિયત નમુનાના ફોર્મમા કુંટુંબનાં વડાએ સંપુર્ણવિગતો આપી તેમના વિસ્તારનાં તાલુકા મામલતદાર / ઝોનલ અધિકારીની કચેરીમાં આધાર પુરાવા સાથે અરજ કરવાની રહે છે.

જરૂરી પુરાવાઓ :

૧. હયાત રેશન કાર્ડ હોય તો અથવા અન્ય જિલ્લાનાં રેશન કાર્ડ માં નામ કમી કરાવ્યા નો દાખલો
૨. વીજળી બીલ
૩. પાન કાર્ડ
૪. મીલ્કત વેરા પહોંચ
૫. ડ્રાઇવીંગ લાઇસન્સ
૬. ટેલીફોન મોબાઇલ બીલ
૭. ચુંટણી ઓળખપત્ર
૮. રાંધણગેશ પાસબુક
૯. ગેસ વપરાશનું છેલ્લું બીલ
૧૦. ખેડુત ખાતાવહી અથવા ગામ નમુનો ૮ અ
૧૧. નરેગા જોબકાર્ડ
૧૨. બેંક પાસબુક
૧૩. કિશાન કે્રડીટ કાર્ડ

ભુજ ના નાગરિકોની ભાગીદારીને કારણે ભુજ માહિતી વિભાગ શરુ થયો છે.
જો આપ આ વિભાગમાં કોઈ પણ માહિતી ઉમેરવા કે સુધારવા ઇચ્છતા હો તો મહેરબાની કરી અમારો સંપર્ક કરો.