કારી મોરી તળાવ: : (માધાપર)

માધાપર ગામના નવા વાસમાં આવેલ શ્રીજી વિદ્યાલય અને સહજાનંદ સ્પોર્ટસ કલબની વચ્ચે આવેલ આ તળાવ કારી મોરી તળાવ તરીકે ઓળખાય છે. કારી મોરી એટલે કાળી ટેકરીનો કાંધો એવું કહી શકાય. સ્ા તળાવ ચારે બાજુ પાકી બાઉન્ડ્રી વોલથી બાંધેલું છે. ચારે બાજુ વડલાના ઝાડોથી ઘેરાયેલું આ તળાવ જળવ્યવસ્થાપનનું સુંદર ઉદાહરણ છે. તળાવનું પાણી પીવા અને પશુ પાલનના ઉપયોગમાં લેવામાં આવે છે. તળાવનો ઘેરાવો આશરે ૨ થી ૨.૫ હેકટર અને ઊંડાઇ ૫ થી ૭ ફૂટ જેટલી છે. આ તળાવ માટે તળાવ સુધરાઇ સમિતી બનેલી છે જે આ તળાવનું વ્યવસ્થાપન સંભાળે છે. દરેક કામગીરીમાં લોકફાળો લેવામાં આવે છે. આ તળાવની આવ માધાપર પાસેથી પસાર થતી નદીને મળતા વોકળા છે. તળાવમાં કાચબા જેવા જળચર પ્રાણીઓ પણ છે.

ભુજ ના નાગરિકોની ભાગીદારીને કારણે ભુજ માહિતી વિભાગ શરુ થયો છે.
જો આપ આ વિભાગમાં કોઈ પણ માહિતી ઉમેરવા કે સુધારવા ઇચ્છતા હો તો મહેરબાની કરી અમારો સંપર્ક કરો.