જુનું સ્વામીનારાયણ મંદિર

શ્રી સ્વામિનારાયન ભગવાને સ્વયમ્ જે સ્થાને શ્રી નરનારાયણ દેવની મુર્તિની સ્થાપના કરી હતી એ  પ્રસાદીના મંદિર તરીકે ઓળખાય છે . ઇ.સ્. ૧૮૨૩ના મે મહિનામાં પ્રસાદીનુ આ મન્દિર બાન્ધવામા આવ્યું હતું. શહેરના પાળેશ્વર ચોક વિસ્તારમાં આ મંદિર આવેલું છે . ધર્મ સ્વાતંત્ર્ ની ભાવનાને માન આપી અહી ભાઇઓ તથા બહેનો માટે અલગ અલગ મંદિર બાન્ધવામા આવ્યા છે . નિયમિત રીતે મંદિરમાં ઠાકોરજીની પુજા અર્ચના કરવામાં આવે છે . આ મંદિરમાં ૧૭૫ સંતો પાર્શદો રહેતા. ૨૦૦૧ના ભૂકં૫માં મંદિરને નુક્સાન થતાં મહાદેવ નાકા બહાર નવું મંદિર બાન્ધવામાં આવ્યું. આ નૂતન મંદિરને ૧૮-૫-૨૦૧૦માં ખુલ્લું મૂકવામાં આવ્યું. પ્રસાદીનું મુખ્ય  મંદિર ખુબ જ ક્ષતિગ્રસ્ત થયું હતું પરંતુ સંતો-ભક્તોની મહેનતના પરિણામે ૧૯-૫-૨૦૧૦માં ફરી આ મંદિરમાં મુર્તિ પ્રતિશ્ઠા કરવામાં આવી અને ૨૩-૪-૨૦૧૧ ના શુભ દિવસે આ મંદિરના શિખર પર સુવર્ણ કળશ ચડાવવામાં આવ્યા.

dsc04295.jpg

હાલમાં જુના અને નુતન બન્ને મંદિરોમાં સ્વામિનરાયણ ભગવાનના પ્રાગટ્ય દિન, રામનવમી, જનમાષ્ટમી, હનુમાન જયંતિ, શિવ્રરાત્રિ જેવા પ્રસંગોએ વિશેષ પૂજા-સેવા થાય છે . હાલમાં સ્વામિનારાયણ મંદિરના મહંત તરીકે પુરાણી સ્વામિ શ્રી ધર્મનંદનદાસજી પ્રવર્તમાન છે .

ભુજ ના નાગરિકોની ભાગીદારીને કારણે ભુજ માહિતી વિભાગ શરુ થયો છે.
જો આપ આ વિભાગમાં કોઈ પણ માહિતી ઉમેરવા કે સુધારવા ઇચ્છતા હો તો મહેરબાની કરી અમારો સંપર્ક કરો.