જન્નત મસ્જિદ, ભુજ

અંદાજે ૪૨૫ વર્ષ પહેલાં ભુજ શહેરના ઉપલીપાડ તરફ જતા માર્ગ પર આ જન્નત મસ્જીદ આવેલી છે. હમીરસરના કાંઠે આવેલી આ મસ્જીદ રાજાશાહી જમાનામાં બાંધવામાં આવી છે. હાલમાં આ મસ્જીદમાં મામદભાઇ સેવા કરી રહ્યા છે. આ મસ્જીદની દિવાલો પર આજે પણ તેની સ્થાપનાનો ઇતિહાસ વાંચવા મળે છે.

img_0171.jpg

ભૂકંપ દરમ્યાન આ મસ્જીદને નુક્સાન થતાં તેનું રિપેરીંગ કામ કરાવવામાં આવેલ છે. ભુજમાં જે રીતે મોટા ભાગના મંદિરોમાં કુવા છે એ રીતે આ મસ્જીદમાં પણ એટલો જ જુનો કુવો છે.

 

ભુકંપ પહેલાં આ મસ્જીદની સામે પાંચ નળ નામની જગ્યા હતી જ્યાં આવેલ પાંચ નળ અને કુવામાંથી રહેવાસીઓ પાણીનો ઉપયોગ કરતા.

Contributors and sources for this content

ભુજ ના નાગરિકોની ભાગીદારીને કારણે ભુજ માહિતી વિભાગ શરુ થયો છે.
જો આપ આ વિભાગમાં કોઈ પણ માહિતી ઉમેરવા કે સુધારવા ઇચ્છતા હો તો મહેરબાની કરી અમારો સંપર્ક કરો.