જમાદાર ફતેહ મામદનો ખોરડો તથા હજીરો

રાયધણજી બીજા ના સમયમાં એટ્લે કે ૧૭૭૮-૧૮૧૩ ના ગાળામાં ફતેહ મોહમ્મદ થઈ ગયા જે સેનાધ્યક્ષ હતા. કચ્છના ઈતિહાસમાં ફતેહમમાદનો મહત્વનો ભાગ રહ્યો છે. કચ્છના રજવાડામાં ખૂબ જ બહાદુર સિપાહી તરીકે જોડાયેલા જમાદાર ફતેહમામદ ૧૭૯૧માં કચ્છમાં બારભાયાનું રાજ આવ્યું ત્યારે આખા કચ્છનું શાશન તેમના હાથમાં આવ્યું. આ સમયે પોતે રાજગાદી પર આરુઢ થવાને બદલે તેમણે શાશન ચલાવ્યું. એ નિવાસ સ્થાન ફતેહમમાદના ખોરડા તરીકે જાણીતું થયું. તેમનું ૧૮૧૪માં મૃત્યુ થયું ત્યારે તેમનો હજીરો બાંધવામાં આવ્યો. આ હજીરા પર નાગરી લિપિમાં સંસ્કૃત અને ગુજરાતીમાં મૃત્યુ અંગેના લેખો લખાયેલા છે. તેઓનું આ ઘર ખૂબ જ કલાત્મક અને સાંસ્ક્રુતિક ઢબે બાંધવામાં આવ્યું હતું. કચ્છના ઐતિહાસિક સ્મારકોમાં જમાદાર ફતેહમામદનો ખોરડો વિશિષ્ટ સ્થાન ધરાવે છે.

વધુ માહિતી : માહિતી બોર્ડ

ભુજ ના નાગરિકોની ભાગીદારીને કારણે ભુજ માહિતી વિભાગ શરુ થયો છે.
જો આપ આ વિભાગમાં કોઈ પણ માહિતી ઉમેરવા કે સુધારવા ઇચ્છતા હો તો મહેરબાની કરી અમારો સંપર્ક કરો.