હાટકેશ્વર મંદિર

નાગર જ્ઞાતિના ઇષ્ટદેવ શ્રી હાટકેશ્વરનું સ્થાનક "હાટકેશ્વર મંદિર" છે . ભુજ શહેરની સ્થાપના વખતે જ એટલે કે ૧૬મી સદિની શરુઆતમાં જ આ મંદિરની સ્થાપના થઇ છે . કચ્છના મહારાવના આદેશ મુજબ આ મંદિરના નિભાવ માટે કચ્છની આસપાસના ગામોની ખેતીમાંથી જે આવક થાય તેમાંથી અમુક હિસ્સો આપવામાં આવતો.

વર્ષોથી નાગર જ્ઞાતિનો વાર્ષિક પાટોત્સવ આ મંદિરમાં ઉજવાય છે . તેમજ નાગર જ્ઞાતિના અનેક પ્રસંગો પણ અહિ મનાવાય છે . જાન્યુઆરી-૨૦૦૧ના ધરતીકંપમાં આ મંદિરને નુક્સાન થયું હોતાં નવું પરીસર નિર્મિત કરવામાં આવ્યું. મંદિરની એકબાજુએ વડવાળો યુનિટ હતો જ્યાં નાગરી નાતનું જમણ થતું. તે વખતે નાતમાં તમામ પૂરુષોએ હાટકેશ ભગવાનની પુજા કરી ધોતીયું પહેરીને જ પ્રવેશ કરવાનો રિવાજ હતો . ભુકંપ બાદ જગ્યાના અભાવે છ્ઠ્ઠીબારી પાસેના હાટકેશ કોમ્પ્લેક્ષ ખાતે નાતનો પાટોત્સવ ઉજવાય છે, જેમાં આજે પણ પિરસનારા લોકો ધોતી પહેરે છે .

img_0160.jpg

હાટકેશ્વર મંદિરમાં આવેલ મીઠા પાણીનો કુવો જે આજે પણ ઉપયોગમાં છે.

આ મંદિરમાં કુવો આવેલ છે જેમાંથી થોડા સમય પહેલાં એટલે કે અંદાજે ૨૦ વર્ષ પહેલાં ઉપરથી પાણી વહેતું. તેમજ આજે પણ આ કુવો પીવાના પાણી માટે લોકો ઉપયોગ કરી રહ્યા છે .

Contributors and sources for this content

ભુજ ના નાગરિકોની ભાગીદારીને કારણે ભુજ માહિતી વિભાગ શરુ થયો છે.
જો આપ આ વિભાગમાં કોઈ પણ માહિતી ઉમેરવા કે સુધારવા ઇચ્છતા હો તો મહેરબાની કરી અમારો સંપર્ક કરો.