દરબાર ગઢ

૧૭મી સદીમાં મહારાઓશ્રી ખેગારજી પહેલાએ રાજમહેલ અને આયના મહેલની સુરક્ષા માટે મહેલની ફરતે ગઢ બંધાવ્યો . આ ગઢ દરબાર ગઢ તરીકે ઓળખાય છે . ૧૮૧૯માં થયેલા ભૂકંપમાં આ ગઢ એટલે કે કિલ્લો નુક્સાન પામ્યો . તેને સાચવ્વા નવો કિલ્લો  બાંધવામાં આવ્યો. જુના કિલ્લાની દિવાલ નીચી હતી જ્યારે નવા કિલ્લાની દિવાલ ઉંચી રાખવામાં આવી હતી.

આ દરબાર ગઢના ચોકમાં જાહેર કાર્યક્રમો પૈકી હોળી રાજ તરફથી યોજાતી અને આ ચોકમાંથી શરાફ બજારમાં જવા માટે જે નાકુ છે તે હોળી ચકલાનું નાકું કહેવાતું. મહારાઓની હાજરીમાં દિવાળી, હોળી, ધુળેટી જેવા તહેવારો ઉજવાતા. આ કિલ્લાની દિવાલ પર હાથી જેવા ચિહ્નો રાજાની જાહોજલાલી દર્શાવે છે . દક્ષિણથી હાથી લાવીને અહી દરબાર ગઢમાં રાખવામાં આવતા. આ કિલ્લાના એક છેડે એક નાકુ રાખવામાં આવ્યું હતું જ્યાંથી મહેલમાં કોઇનુ અવસાન થઇ જાય ત્યારે તેમની સ્મશાન યાત્રા કાઢવામાં આવતી. આથી આ નાકાનું નામ "ખુની નાકું" રાખવામાં આવ્યું હતું.

ભુજ ના નાગરિકોની ભાગીદારીને કારણે ભુજ માહિતી વિભાગ શરુ થયો છે.
જો આપ આ વિભાગમાં કોઈ પણ માહિતી ઉમેરવા કે સુધારવા ઇચ્છતા હો તો મહેરબાની કરી અમારો સંપર્ક કરો.