ચોકીવારી તરાઇ: : (મુન્દ્રા રોડ, બી.એસ.એફ.સામે, ગાઇડ ઓફિસની બાજુમાં)

મુન્દ્રા રોડ પર આવેલ બી.એસ.એફ.ની સામેના ભાગમાં આવેલ આ તળાવ રાજાશાહી વખતનું જૂનું છે. આજુબાજુ થયેલ બાંધકામથી હાલમાં આ તળાવનો વિસ્તાર લગભગ ૧.૫ થી ૨ એકર જેટલો રહેવા પામ્યો છે. આ તળાવની આવ બી.એસ.એફ.ના સામેના ભાગમાંથી આવે છે જયારે જાવક રીલાયન્સ રીંગ રોડ તરફ જાય છે.

ભુજ ના નાગરિકોની ભાગીદારીને કારણે ભુજ માહિતી વિભાગ શરુ થયો છે.
જો આપ આ વિભાગમાં કોઈ પણ માહિતી ઉમેરવા કે સુધારવા ઇચ્છતા હો તો મહેરબાની કરી અમારો સંપર્ક કરો.