બી.એસ.એફ. કેમ્પસમાં આવેલું તળાવ (કોડકી રોડ)

કોડકી રોડ પર આવેલ બી.એસ.એફ. કેમ્પસની અંદર આ તળાવ આવેલું છે. સરકાર દ્વારા બી.એસ.એફ.ને આ જમીન ફાળવવામાં આવતા તેઓ દ્વારા થયેલ બાંધકામથી હાલમાં આ તળાવ ધણું નાનું થઇ ગયું છે. આશરે ૧ થી ૧.૫ એકર જેટલો વિસ્તાર રહ્યો છે. આ તળાવનું પાણી ઓગનીને કે.ડી.મોટર્સ થઇ ખારી નદીમાં જાય છે. જયારે કેમ્પસનું પાણી આ તળાવની આવ છે.

ભુજ ના નાગરિકોની ભાગીદારીને કારણે ભુજ માહિતી વિભાગ શરુ થયો છે.
જો આપ આ વિભાગમાં કોઈ પણ માહિતી ઉમેરવા કે સુધારવા ઇચ્છતા હો તો મહેરબાની કરી અમારો સંપર્ક કરો.