ભૂકંપ દરમ્યાન...

ભૂકંપ થોડીક ક્ષણો કે મિનિટો સુધી ચાલી શકે છે. અને જો આ દરમ્યાન આપણે શું કરવું જોઈએ તેની માહિતી હોય તો નાના- મોટા ઘાવો થી બચી શકાય .
૧) તરતજ સુરક્ષિત જ્ગ્યા ઉપર પહોચી જવું , જેવી કે બારશાખ (જો તમે જૂના અને જર્જરિત મકાનમાં રહેતા હોતો), ટેબલ નીચે બેસી જવું, અથવા તો ભયજનક વસ્તુઓ કે દીવાલ બારીથી દૂર રહેવું.
૨) ઉડતા કાટમાળના ઘાવથી બચવા માટે તમારા માથાનાં પાછળના ભાગ અને આંખોને હાથેથી સુરક્ષિત રાખો .
૩) ભૂકંપ દરમ્યાન લીફ્ટનો ઉપયોગ ન કરવો.
૪)જો તમે રસોઈ કરતાં હોતો તરત જ ગેસ બંધ કરો.
૫)જો તમે બારે હો, ઊંચી બિલ્ડીંગો, ઝાડ, વિજળી સ્થંભ કે અન્ય ભયાનક વસ્તુથી દૂર ખુલ્લા મેદાનમાં રહો .
૬) જો તમે વાહન હાકતા હો તરતજ ગાડીને સુરક્ષિત સ્થાને ઊભી રાખો અને ગાડીમાં જ રહો. ઊંચી બિલ્ડીંગો, વિજળી સ્થંભ, પુલ કે અન્ય ભયોથી દૂર રહો .
૭) શાંન્ત અને સ્થિર રહો ,શકય હોય તો બેસી જાવો .

Source : Lovetoknow.com

Contributors and sources for this content

ભુજ ના નાગરિકોની ભાગીદારીને કારણે ભુજ માહિતી વિભાગ શરુ થયો છે.
જો આપ આ વિભાગમાં કોઈ પણ માહિતી ઉમેરવા કે સુધારવા ઇચ્છતા હો તો મહેરબાની કરી અમારો સંપર્ક કરો.