ભુજીયા તળેટી તળાવ -૨(ભુજીયા તળેટી)

આશરે ૩ થી ૪ એકરમાં પથરાયેલું આ તળાવ ભુજીયા ડુંગરની તળેટીમાં આવેલું છે. પશુઓના પીવા માટે અને કપડા ધોવા માટે વપરાય છે. આ તળાવ ભુજીયા ડુંગરની તળેટીની બહારના ભાગમાં આવેલું છે. ભુજીયા ડુંગરની પશ્વિમ ભાગનું પાણી આ તળાવમાં એકઠું થાય છે. ભુજીયા ડુંગર જેટલુંજ આ તળાવ જૂનું છે.

ભુજ ના નાગરિકોની ભાગીદારીને કારણે ભુજ માહિતી વિભાગ શરુ થયો છે.
જો આપ આ વિભાગમાં કોઈ પણ માહિતી ઉમેરવા કે સુધારવા ઇચ્છતા હો તો મહેરબાની કરી અમારો સંપર્ક કરો.