ભુજીયા તળેટી તળાવ -૧: (ભુજીયા તળેટી)

ભુજીયાની તળેટીમાં આવેલું આ તળાવ લગભગ ૧૨ એકરથી પણ વધુ વિસ્તારમાં ફેલાયેલું છે. જેનું ઓગન ઉત્તર-પૂર્વની વચ્ચે આવેલ કિલ્લાની દિવાલની નીચેના ભાગમાં નાલા દ્વારા માધાપર હાઇવે તરફ જાય છે. આ તળાવ ભુજીયા ડુંગરની અંદરના ભાગમાં આવેલું છે. ભુજીયા ડુંગર જેટલુંજ આ તળાવ જૂનું છે.

ભુજ ના નાગરિકોની ભાગીદારીને કારણે ભુજ માહિતી વિભાગ શરુ થયો છે.
જો આપ આ વિભાગમાં કોઈ પણ માહિતી ઉમેરવા કે સુધારવા ઇચ્છતા હો તો મહેરબાની કરી અમારો સંપર્ક કરો.