સખી મંડળો દ્વારા શહેરી ઘન કચરા એકત્રીકરણ ની કામગીરી

Printer-friendly version

નિર્મળ ગુજરાત કાર્યક્રમ હેઠળ નગરપાલિકાઓને શહેરની સ્વછતા માટે ઘરે ઘરે થી કચરા એકત્રીકરણ નું કામ કરવા માટે સરકાર દ્વારા કહેવામાં આવેલ.જે અંતર્ગત ભુજ નગરપાલિકા દ્વારા 2008 માં કચ્છ મહિલા વિકાસ સંગઠન તેમજ સહજીવન સંસ્થા ને આમંત્રણ આપ્યું અને શહેર માં કચરા એકત્રીકરણ કામગીરી માટે તક આપી .શરૂઆત માં 2200 મિલકતો થી 11 સખી બહેનો દ્વારા ઘરે ઘરે થી કચરા નું એકત્રીકરણ કરવાનું શરૂ કર્યું.સહજીવન ની ભૂમિકા લોકજાગૃતિ ની અને કચ્છ મહિલા વિકાસ સંગઠન ની ભૂમિકા સખી બહેનો નું ક્ષમતા વર્ધન કરવાની છે.ધીમે ધીમે કાર્યક્રમ નો વ્યાપ વધતો ગયો અને કુલ 20000 મિલકતો માં 126 સખી બહેનો સાથે કામગીરી ચાલુ થઈ.