ભુજના હેમસંધ્યા મહિલા મંડળે અંતાક્ષરી કાર્યક્રમ દ્વારા મહિલાદિન ઉજવ્યો !

હેમસંધ્યા મહિલા મંડળે મહિલા દિન નિમિતે સમગ્ર મહિલાથીમ પર અંતાક્ષરી હરીફાઈનું આયોજન કરેલ. મુખ્ય મહેમાન વિજયાબેન ગઢવી, મણિબેન રામજીયાની અને પુષ્પાબેન વૈધ્ય ની હાજરીમાં શ્રીમતી દિવ્યાબેન વૈધ્ય અને શ્રીમતી અમિતાબેન સંઘવીની રાહબરીમાં શ્રી હરીશભાઇ બૂચના સંગીતના સથવારે ૩૬ સ્પર્ધકોએ ભાગ લીધેલ.

પ્રથમ આશાવારી ગ્રુપ : સંધ્યાબેન વોરા, ગીતાબેન મહેતા, નિતાબેન સલાટ, હેમાબેન વોરા

દ્વિતીય કલાવતી ગ્રુપ : નયનાબેન અંજારીયા, કશ્મીરાબેન ભટ્ટ, અંજલીબેન મહેતા, દિપ્તીબેન શાહ

ત્રુતીય બાગેશ્રી ગ્રુપ : હેમાલીબેન અંતાણી, પૂર્વીબેન સંપટ, ટ્વિંકલબેન વ્યાસ, સરોજબેન સોની

કાર્યક્રમનુ સંચાલન ઉપપ્રમુખ રેખાબેન વોરાએ કર્યું હતું. દીપપ્રાગટ્ય પ્રમુખ ભાનુબેન તથા મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હેમલતાબેન ગઢવી મધુર કંઠે આવકાર આપેલ. તમામ કારોબારી સભ્યો મંત્રી સંધ્યાબેન બૂચ, સહમંત્રી હેમાબેન વોરા, મીનાબેન ચૌહાણ, રાગીણીબેન ધોળકીયા, મોહિનીબેન જેઠી, શાંતાબેન લીંબાણી, જ્યોતિકાબેન વોરા, જ્યોતિબેન ઠક્કર વગેરેએ જહેમત ઉઠાવેલ. બહોળી સંખ્યામાં સભ્યો હાજર રહી કાર્યક્રમ નો આનંદ માણ્યો હતો.

લેખક
Upasana Gor's picture