આજે ૧૬મી સપ્ટેમ્બર - વિશ્વ ઓઝોન દિવસ

આ વિશિષ્ટ દિવસ ૧૯૯૪થી ૧૬મી સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય ઓઝોન સ્તરના અવક્ષયની જાગૃતિ ફેલાવવાનો અને તેને બચાવવાના ઉકેલ શોધવાનો છે.

ઓઝોન એ ૨૦ થી ૪૦ કે ની વચ્ચેના વાતાવરણના સ્તરમાં જોવા મળે છે. સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો એક ઓક્સિજન અણુ તોડે અને ઓક્સિજન અણું ઓક્સિજન સાથે જોડાય એટલે ઓઝોન પરમાણુ બને છે. ઓઝોન સ્તર સૂર્યનાં અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષી લઇને પૃથ્વી પરના તમામ જીવોને તેની હાનિકારક અસરથી બચાવે છે. ઓઝોન સ્તરમાં ઘટાડો થવાથી ધૃવ પ્રદેશનો બરફ પીગળશે. રુતુઓમાં અનિયમિતતા આરોગ્ય માટે નુક્સાનકારક જેમ કે ચામડીના કેન્સર,રોગ પ્રતિકારક ક્ષમતામાં ઘટાડો જેવી સમસ્યાઓ સર્જાશે.

ઓઝોનનું પ્રમાણ વાતાવરણમાં ઘટાડનાર, મુખ્ય પરિબળ છે વાતાવરણમાં Cળ્ ના અણુંનો પ્રવેશ ! Cળ્ નો એક અણું ઓઝોનના એક લાખ અણુંનું વિખંડન કરી નાખે છે. ઓઝોનના ક્ષયના મુખ્ય કારણો છે પ્રદૂષણો જેવા કે cO૨, CFC, ફિયોન વાયુ વગેરે. એરકંડિશ્નર અને ફ્રિઝમાંથી નીકળતા વાયુ, કાગળ અને પ્લાસ્ટિકનું દહન વગેરે.

તો આ વિશિષ્ટ દિનની ઉજવણી સ્વરુપે આ પ્રદુષકોનું પ્રમાણ વાતાવરણમાં ઘટાડી આપણા ગ્રહના રક્ષક એવા ઓઝોન વાયુના સ્તરમાં ભંગાણ પડતું અટકાવીએ.

લેખક
Jigna Joshi's picture