ESAAP > “૮૫ કચ્છી સાહસિકો હિમાલય ના શિખરે”
સંસ્થા ના જણાવ્યા અનુસાર આ નેશનલ ટ્રેકિંગ દરમિયાન હિમાચલ પ્રદેશનું “પ્રીણી” ગામ, આધ્યાત્મીક મહત્વ ધરાવતું “કુલ્લુ” અને આપણા દેશ ની રાજધાની “દિલ્હી” નિહાળવાનો પણ લાહવો મળ્યો હતો. ઉપરાંત કેમ્પ દરમિયાન સભ્યોને કેમ્પ ફાયર, રીવર રાફ્ટિંગ, રીવર ક્રોસિંગ અનેee સ્નો-ટ્રેકિંગ વગેરે સાહસિક પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી.
અને અંત માં ભુજ મધ્યે સંસ્થા દ્વારા સ્નેહમિલન યોજી સંસ્થાના આવનારા પ્રોગ્રામસ ૧.ગોવા કોસ્ટલ ટ્રેક ૨.માં.આબુ રોક ક્લાઈમ્બીંગ ટ્રેનીંગ કોર્સ ૩.વેલ્લી ઓફ ફ્લાવર્સ-હેમકુંડ સાહેબ-ઉતરાખંડ ૪.માં.એવરેસ્ટ બેસ કેમ્પ-નેપાળ ની ઝાંખી આપી હતી, જેમાં સંસ્થા કચ્છી યુવાધન ને વધુ ને વધુ સાહસ અને પ્રકૃતિની અનુભૂતિ કરાવવા બાહેધરી આપી હતી. અને હિમાલય ટ્રેકિંગ ના ફોટાઓ નું સ્લાઈડશો પણ દર્શાવામાં આવ્યું હતું. સંપૂર્ણ કોર્સ પૂર્ણ કરનારને નેશનલ ટ્રેકિંગ કોર્સ નું પ્રમાણપત્ર અને રૂ. ૧ લાખ ની વીમા પોલીસી પણ આપવામાં આવ્યા હતા, જે સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીઓ તેમજ આર્મી, નેવી, એરફોર્સ ની ભરતીઓ માં કામ લાગે છે. તદ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ નું પુરક સાબિત થાય છે.
સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા ઇન્ચાર્જ તરીકે ઈ.સે.પ સંસ્થા તરફ થી શ્રી.અનુજ પટેલ અને ટ્રસ્ટી શ્રી.સમીર ઠક્કર, ફિલ્ડ ઇન્ચાર્જ તરીકે સંસ્થા ના પ્રમુખ શ્રી.જયરાજસિંહ વાઘેલા અને ટ્રસ્ટી શ્રી.શિરાઝ ઠક્કર, મેડીકલ ઓફિસર તરીકે શ્રી.પ્રવીણસિંહ જાડેજા ઉપરાંત જયેશ સોની,નીલેશ સલાટ,રવિ માણેક ,તપન ફડકે, સ્મીત પોમલ,પ્રીત ડુડિયા,નારાયણ આહીર, લેડી વોલીએન્ટર તરીકે મીરાં શિરાઝ ઠક્કર, પ્રિયાંશી રાવલ અને ભક્તિ ગઢવી એ ટીમ ઈ.સે.પ માં સેવા આપી હતી.