ભુજ મહિલા મંડળ – છઠ્ઠીબારી દ્વારા યોજાયું સ્નેહમિલન

વિક્રમ સંવત ૨૦૭૩ના વર્ષને વધાવવા શ્રી ભુજ મહિલા મંડળ – છઠ્ઠીબારીના આંગણમાં પ્રમુખશ્રી પુષ્પાબેન વૈધની અધ્યક્ષતામાં સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો. પ્રારંભે ભગવાનની સંગીતમય આરતી પુષ્પાબેન વૈધે ઓર્ગન પર વગાડી. ત્યારબાદ સંસ્થાના નૃત્યવર્ગની તાલીમાર્થી ધ્રુતી પટેલ, હીર સોની અને માહી ઠક્કરે ગણેશવંદના કરેલ. જયારે દેવાંશી સોમપુરાના ભાવવાહી નૃત્ય વંદનાએ સૌને મંત્ર મુગ્ધ કર્યા. દરેક સંચાલકો અને સભ્યો તથા તાલીમાર્થીઓએ પોતપોતાની આગવી રજૂઆત કરી. સ્વાગત પ્રવચન અને આવકાર શ્રી જયશ્રીબેન ઠક્કરે કરેલ. પ્રમુખશ્રી પુષ્પાબેન વૈધે નુતનવર્ષને વધાવતું કાવ્ય અને દરેકને નવાવર્ષની શુભેચ્છા આપી.

આ પ્રસંગે રેખાબેન, લક્ષાબેન, સરોજબેન, અલ્પાબેન, હમીદાબેન, ભગવતિબેન, દમયંતિબેન, દીપાબેન, વગેરે હાજર હતા. ઇલાબેન, વનિતાબેન, પ્રજ્ઞાબેને કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી. શ્રી કિશોર ભાઈ જોષીએ દેશભક્તિ ગીત ગાયું અને શ્રી કેતનભાઈ ગોહિલે જૂના ગીતની તર્જ વગાડી સૌને આનંદિત કર્યા. કાર્યક્રમનું સફળ સંચાલન મંત્રીશ્રી કાશ્મીરા ભટ્ટે દીપાવલીના કાવ્યપઠન સાથે કરેલું.

લેખક
Chatthi Bari Mahila Mandal's picture