ભુજ ,એક વિકાસશીલ શહેર

Printer-friendly version

ભુજ , એક વિકાસશીલ શહેર ...

કચ્છ પાસે ખૂબ જ વૈવિદય  સભર સંસ્ક્રુતીનો વરસો છે જે આજે કલા ,નૃત્ય ,સંગીત ,હસ્તકલા અને કચ્છીયતથી ભરપુર અનેક અદભુત કથાઓના માધ્યમથી પ્રદર્શિત થઇ રહ્યો છે .કચ્છ એક ઉત્સવ પ્રધાન પ્રદેશ પણ છે જેમાં  સારી નરસી તમામ ઘટનાઓની ઝાંખી જોવા મળે   છે .કચ્છના પાટનગર  સમા ભુજ  રેહવાસીઓં  આ સન્સ્ક્રુતિને  સૌથી વધુ જણે  છે . 2001 ના વિનાશકારી ધરતીકંપમાંથી પણ ભુજવાસીઓ બેઠા થયા અને ઝડપભરે પુનર્વસનનું કામ સફળતા  પુર્વક પાર પાડી ભુજને એક વિકાસશીલ શહેર બનાવ્યું છે . આં શહેર હવે ભારતના અન્ય શહેરોની જેમ કેટલાક પ્રાશ્નોનો સામનો કરી રહ્યું  છે.:

 • • વધતી જતી વસતીને લગતી તમામ બાબતોને ધ્યાનમાં રાખીને શહેરને કેવી રીતે યોગ્ય દિશામાં વિકસતું કરવું?
  • લાંબાગાળના આયોજન સાથે શહેરજનોને ઇંધણ, પાણી, માળખું અને ગટર જેવી પાયાની સુવિધાઓં  કેવી રીતે  પુરી  પાડવી ?
  • પારંપારિક સંસ્કૃતિ, જ્ઞાન અને પરંપરાને ભુલી ન જઈને નવીનીકરણ અને વિકાસના પાયામાં કેવી રીતે ઉપયોગમાં લેવું?
  • પર્યાવરણ અને આજીવિકાના હાલના સ્વરૂપને જરાય પણ જોખમાયા વગર આર્થિક વિકાસને કિવી રીતે ઉત્તેજન આપવું?
  • અને આવું ઘણું બધું ...

'હોમ્સ ઇન ધ સીટી ' સંકલ્પ્નાના એક ભાગ તેમજ 'ભુજ બોલે છે 'ટીમના અમે એમ માનીએ છીએ કે આ તમામ પ્રશ્નોના જવાબો સહિયારા પ્રયાસો દ્વારા મેળવી શકાશે. સરકાર ,નગરપાલિકા ,સ્થાનિક જૂથો તેમજ આપણે સૌ ભુજના નાગરિકો હાથ થી હાથ મળાવીને એક ખુશહાલ શહેર તરફ આગેકૂચ કરી શકીશું .

આ વિચાર સાથે જ આજે અમે શરૂ કરીએ છીએ 'ભુજ બોલે છે'!.
આ પ્રકલ્પની શરૂયાત એક વેબસાઈ દ્વારા થઇ રહી છે જેમાં ભુજની કોઈ પણ વ્યક્તિ તેમની વાતો , નવા વિચારો ,સમસ્યાઓ ,માહિતી તેમજ કાર્યક્રમોનું અદાન પ્રદાન કરી શકશે .

ભુજને એક સમણીય સ્થળ બનાવવા માટે સહભાગી બનવા માટે અનેક પદ્દ્તિયો છે .

 • વિનામુલ્યે બ્લોગ કરો : ભુજ બોલે છેમાં તમારો વિનામુલ્યે બ્લોગ શરૂ કરો અને તમારા વિચારો ,માહિતીઓં ,તમારા શહેરની જૂની તસવીરો ,તમારા દાદીમાની વાર્તાઓં અને મહાન વ્યક્તિઓંની   વાતોનું આદાનપ્રદાન કરો ...
 • તમારા પ્રતિભાવો આપો : તમારા અડોશપડોશ કે શહેર સમસ્યાઓને નોધપાત્ર અને ધ્યાનમાં લેવામાં આવે એ રીતે તેના અહેવાલો લખો .
 • પગલાં ભરો: તમારા સમુદાય સાથે માણીને 'શેરી સફાઈ ',બ્લુ બિનનો ઉપયોગ ,કોમ્યુનીટી ગાર્ડન ,વ્રક્ષરોપણ જેવા કાર્યક્રમનું  આયોજન કરો , બસ તમારી કલ્પનાશક્તિ જ આખરી સીમા છે !

ભુજ બોલે છે શું છે ?

ભુજ બોલે છે નો સાચો અર્થ ગુજરાતી ભાષામાં  “ભુજ બોલે છે” એવું થાય છે . આ એક વાતચીત કરવાનું  એક માધ્યમ છે જે ત્રણ ધ્યેય ધરાવે છે:


1. લોકો માટે એક કોમન જગ્યા હોય જયાં સામાન્ય લોકો પોતાનું અભિપ્રાય, વિચારો, અને સફળ વાર્તાવો શહેરના વિકાસ માટે પ્રસારી શકે છે.
2. “ હોમ્સ ઇન સીટી “ (HIC) ટીમને એમના કર્યો વિષે ચર્ચા કરવા માટે જગ્યા આપવી.
3. આ મધ્યમનું ઉદેશ છે કે સમય સાથે એ એક સરકાર અને પ્રજા વચ્ચે એક કડી બને.

ભુજ બોલે છે એ વેબસાઇટ કરતાં વધારે છે , એ એક મધ્યમ છે જે બીજા વિવિદ  પ્રકાર ના માધ્યમો ને  સાથે જોડે છે :

10-bbc-platform.gif

 

કોણે શરૂવાત કરી?

ભુજ બોલે છે એ HIC સહયોગી સંસ્થાઓની પહેલથી શરૂ કરવામાં આવ્યું છે. આ લોકો વચ્ચે એક વિચાર મંથન માટે પ્લેટફોર્મ આપવા માંગે છે. આ કાર્યક્ર્મનું કામ એપ્રિલ 2012 ચાલુ થયું અને માર્ચ 2013માં પૂરું થશે.

કોણ ચલાવે છે ?

ભુજ બોલે છે એ લોકોના સમુહ દ્વારા ચલાવવામાં આવે છે જેને “કન્ટેન્ટ મનેજમેંટ ટીમ ”(સી એમ ટી )કહેવામા આવે છે જે 5 એનજીઓ, એચઆઇસીના ભાગીદારો છે .

નીચે CMT દ્વારા ભજવાતી ભૂમિકા છે. :

 1. નિયમિત રીતે કન્ટેન્ટ (પ્રકરણ)નું અપડેટ .
 2. ભુજના નાગરિકોનું  સમાવેશ કરવું .
 3. પ્રકરણમાં ફેરફાર કરવું .
 4. નાગરિકોનાં બ્લોગ અને ટિપ્પણીઓનું  સંયમન કરવું .
 5. નવીન વિચારોનું ઊભા કરી માધ્યમનું સુધારો કરવું .

ટીમને એક પ્રેરણાદાયી "લેખન કૌસલ્ય” વર્કશોપને અનુસરવાની તક મળી. જે  ચરખામાથી સંજય દવે દ્વારા નવેમ્બર 2012 આયોજિત કરવામાં આવી હતી . (નીચે જુઓ ફોટો)

team_bbc_-_training_panorama.jpg

 

વેબસાઇટ કેવી રીતે કામ કરે છે?

મુખ્ય વિભાગો:

વેબસાઈટના ચાર મુખ્ય વિભાગો ઉપરના મેનૂમાં આવેલ છે :

 

હોમ HIC વિશે અમારા અવાજ અમે અમારી શહેર માટે કાળજીરાખીએ છીયે માહિતી મિત્ર
આ શું છે? હોમેસ ઇન ધ સિટી, ભાગીદારો, કાર્યક્રમોથી શહેરને પરિચય કરાવે છે . ભુજનાં નાગરિકો માટે લેખ અને બ્લોગ લખવાં જગ્યા અપાયેલી છે .
(હવે તમારા બ્લોગ બનાવો!)
તેમના શહેરનાં તમામ નાગરિકોની ચિંતા / મુદ્દાઓનું  નકશાકરણ કરવામાં આવ્યું છે.  (હવે એક ચિંતા પોસ્ટ કરો!) આ શહેર વિશે ઉપયોગી માહિતી જેવી કે સંકલન, જાહેર સેવાઓ, સરકારી યોજનાઓ, સંપર્કો ...
કોણ લખે
છે ?
CMT સભ્યો . ભુજનાં નાગરિકો ભુજનાં નાગરિકો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવે છે અને CMT સભ્યો દ્વારા અપલોડ કરવામાં આવે છે. નાગરિકો પાસેથી માહિતી લઈ CMT સભ્યો માહિતી મૂકે છે.

ઘટનાઓ:

કોઈ પણ વ્યક્તિ કાર્યક્રમની પ્રસ્તાવ આપી શકે છે ,જે હોમપેજ પર પોસ્ટ કરવામાં આવસે અને રજિસ્ટર્ડ વપરાશકર્તાઓ માટે મોકલવામાં આવશે

ક્રિયાઓ:

એક વાર્તાલાપ પ્લેટફોર્મ હોવા ઉપરાંત ,ભુજ બોલે છેનું લક્ષ્ય છે કે શહેરના વિકાસ માટે નાગરિકોને પ્રોત્સાહિત કરી એમણે સામેલ કરવાનું છે .
શક્ય ક્રિયાઓની યાદી અંહિ છે [ક્રિયાઓ યાદી લિંક] અને વેબસાઈટ પર વિવિધ સામગ્રી સાથે સંબંધિત છે.

Logo

અહી ભુજ બોલે છેનો લોગો છે. :

(જો તમે આનો ઉપયોગ કરો છો તો અમને જણાવો શા માટે)

અમારો સંપર્ક કરો!

જો તમે કોઇ શંકા, પ્રશ્નો, સલાહ, વિચારો, દરખાસ્ત .... હોય તો અમને સંપર્ક કરો!