Latest contents

ભુજ શહેરમાં તો છે બે સરોવર,
એક હમીરસર અને બીજુ છે દેશલસર,
બન્ને છે તો એક જ શહેરમાં પણ,
લાગે છે એક લાડકું અને બીજું ઓરમાયું;

એકને મળે છે કાર્નિવલના સુશોભન તો,
બીજાને મળે છે ગંદા પાણીના નાળા !

આવું શા માટે ? !

જેમ હમીરસર છે અતિ સુંદર એમ,
દેશલસર પણ બને સુંદર મનોહર

મું ભાયો તડ હિકડો, તડ તાં લખ-હજાર;
જુકો જીતાનું લન્ગીયો, ઊ ઉતાનું થ્યો પાર
- દાદા મેકરણ

Blog entry written by jagdishchandra.... on the 21/10/2015 in સંસ્કૃતિ અને વારસો

આજની સવાર ભુજની ભાગોળે આવેલી "ખારી નદી" માટે આનંદનો દિવસ બની રહ્યો હતો. શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકોના એક જુથે ખારીનદીના એક વિસ્તારમાંથી ગંદકી અને કચરો દુર કરીને ખારીનદીને સ્વચ્છતાનો અહેસાસ કરાવ્યો હતો.

એક અત્યંત વ્યસ્ત સાંજે આપણા સૌ ભુજ વાસીઓના હૃદયસમા હમીરસર તળાવની પાળે એક ગરીબ ચિંથરે હાલ બાળક અને એક વૃધ્ધ બેઠા હતા. તેમના પાસે માત્ર એક બ્રેડનું પેકેટ હતું. આવી હાલત હોવા છતાં પણ તેઓ પાસે જ ભુખ્યા બેઠેલા શેરીના એક કુતરાને પણ તે બ્રેડ ખવડાવતા હતા...

આર્ટીકલ written by jayanjaria on the 03/10/2015 in શિક્ષણ અને જાગૃતિ, પર્યાવરણ

“આપણા પુર્વજો પાસે ગાયો હતી અને તેઓ તેની સેવા કરતા પણ હવે આપણી પાસે ગાયો રાખી શકાય એવી પરિસ્થિતિ નથી રહી અને તેને કારણે ગૌસેવા પણ નથી કરી શકતા! આ વિચારને કારણે જ મેં મારા જીવનમાં ગૌસેવા, શ્વાન સેવા અને પંખીઓની સેવા કરવાનું નિર્ધારી લીધું છે!” ભુજની જથ્થાબંધ બજારના એક વેપારી એવા ફુલેશભાઇ માહેશ્વરીએ ભુજ બોલે છેની મુલાકાતમાં આ શબ્દો કહ્યા હતા.

કોઈ પણ દેશનો વિકાસ તેના સાક્ષરતા આક પરથી નક્કી થાય. દેશની શિક્ષિત પ્રજા જ દેશનો વિકાસ કરી શકે. વિશ્વમાં શાંતિ અને સારા સમાજના નિર્માણ માટે સાક્ષરતાનું મહત્વ ખુબ જ છે. વિશ્વના સૌથી વિકસિત દેશોનો અભ્યાસ કરતા માલૂમ પડે છે કે શિક્ષિત પ્રજા જ દેશને આગળ વધવામાં મહત્વનો ફળો ધરાવે છે. શિક્ષણનું મહત્વ દરેક વ્યક્તિએ સમજવું જરૂરી છે.

કુદરતના સૌંદર્ય સમી ખારી નદી સ્વચ્છ અને નિર્મલ બની રહે એ માટે ભુજ બોલે છે અને અર્બન સેતુ ટીમ દ્વારા ખારી નદી પાસે "ચાલો ખારીનદીને કચરામુક્ત કરીએ, કુદરત અને જીવસૃષ્ટિનું સંરક્ષણ કરીએ!” આ અપીલ સાથેનું બોર્ડ મુકવામાં આવ્યું છે.

આર્ટીકલ written by jayanjaria on the 02/09/2015 in પર્યાવરણ, સ્વચ્છતા, પાણી

કચ્છ મહિલા સંગઠનના અર્બન સેલ દ્વારા સંગઠનના ઉદ્દેશ્યને સાર્થક કરતો એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે જેના પગલે વંચિત વિસ્તારની મહિલાઓ જાગૃત થવાની સાથે સાથે પગભર પણ બનશે. મહિલાઓને માનસિક, શારીરિક, સામાજિક રીતે પગભર કરવાની પહેલમાં આ એક નવતર પગલુ બની રહેશે.

કચ્છમાં તસવીરકળાનાં ક્ષેત્રે વર્ષોથી કાર્યરત ફોટોગ્રાફી સોસાયટી ઓફ કચ્છ દ્ધારા વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણીના ભાગરૂપે ફોટોવોક અને સ્વ. શ્રી એલ.એમ. પોમલની તસવીરોનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. તેમાં મહિલાઓ સહિત ૨૦૦થી વધુ ફોટોગ્રાફીના શોખીનો ઉમટ્યા હતા. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે કલેક્ટરશ્રી મહેન્દ્રભાઇ પટેલ, પોલીસ અધિક્ષકશ્રી ડી.એન.

પૃષ્ઠો