Latest contents

પોતિકા શહેર ભુજ માટે લાગણી ધરાવતાં અને તેના સમગ્ર પર્યાવરણ માટે ચિંતા સેવતા નાગરિકો માટે સહજીવન સંસ્થા અને પર્યાવરણ હિમાયતી જુથના ઉપક્રમે એક સંવાદ કાર્યશાળા યોજાઇ.

આપણે સૌ દિપાવલી, નવા વર્ષને રંગોળી, રોશની બ્રાંડેડ વસ્ત્રો, ડ્રાયફ્રૂટ, ગિફ્ટ, મિષ્ટાન, ફરસાણ, ફટાકડાની મોજ અને જ્વેલરી શોપિંગની સાથે મિત્રોને, સગા–સંબંધીઓને દિલથી હળ્યા-મળ્યા-ભેટ્યા

થેંક્સ ટુ અવર આર્મી !!

“ રેલગાડીની સફર છે, જિંદગી બસ જોઈ લ્યો, જ્યાં મળે મુસાફરો, જ્યાં મળે મુસાફરો, થોડી ઘણી બસ જોઈ લ્યો”

“આર્થિક બચત કરવું એ ખુબ જ મહત્વનું છે અને ખાસ કરીને મહિલાઓ જો બચત કરે તો તેને ક્યારેય કોઇ સામે હાથ લંબાવવો ન પડે ! કોઇ સામે લાચાર ન બનવું પડે ! ભુજમાં અભ્યાસ કરતી અને અનેક મહિલા બચત મંડળો ચલાવતી પ્રેમીલા નામની દીકરીના આ વિચારો જાણતાં જ તેની મુલાકાત લેવાની જિજ્ઞાસા થઇ.

“સેવા સેન્ડવીચ", “વાંસફોડાના બાળકો માટેની શાળાની પાયાવિધિ" તેમજ વંચિત વિસ્તારના બાળકો સાથે નવરાત્રિની ઉજવણી દ્વારા ભુજમાં "દાન ઉત્સવ"નો મહોત્સવનો અનેરા આનંદ સાથે આરંભ થઇ ચુક્યો છે. ૨થી ૮ ઓક્ટોબર સુધી ચાલનારા આ ઉત્સવમાં અનેક પ્રકારની સેવાભાવ સાથેની પ્રવૃત્તિઓ કરી અનેક નાગરિકો આપવાનો આનંદ માણશે.

કોઇ પણ ધર્મ, જાતિ કે સમાજના ભેદભાવ વિના આપણું ભુજ શહેર આપવાના આનંદસભર ઉત્સવને ઉજવવા જઇ રહ્યું છે ત્યારે સિંચન સ્કુલ પરિવાર સૌને અભિનંદન પાઠવે છે ! આપણે સૌ એક જ સમાજમાં અને એક જ શહેરમાં રહીએ છીએ પરંતુ આપણા શહેરના જ કેટલાક નાગરિકો તેમને મળવાપાત્ર સુવિધાઓથી વંચિત છે, કેટલાય બાળકો આંખોમાં જિજ્ઞાસા સાથે ખુશી ઝંખી રહ્યા છે, શિક્ષણનો અભાવ વંચિત વિસ્તારને ઘેરી વળ્યો છે !

ભુજ મહિલા મંડળ છઠ્ઠીબારી સંચાલિત પ્રેમલતાબેન કે. રંગવાલા શિશુવાટિકાનો વાર્ષિક રમતોત્સવ તાજેતરમાં પ્રમુખશ્રી પુષ્પાબેન વૈધના અધ્યક્ષસ્થાને યોજાયો. મુખ્ય મહેમાનશ્રી અને ઇનામોના દાતાશ્રી દિલીપભાઇ વૈધે બાળકોને ઇનામો આપ્યા હતા. મહેમાનશ્રી નું સ્વાગત સંસ્થાના ઉપપ્રમુખશ્રી ભાનુબેન પટેલે કરેલ. જ્યારે શાબ્દિક સ્વાગત ખજાનચીશ્રી જયશ્રીબેન ઠક્કરે કરેલ.

શ્રી ભુજ છઠ્ઠીબારી મહીલા મંડળ, સંચાલિત ‘સંગીત શિક્ષણ કેન્દ્ર’ના દશાબ્દિ મહોત્સવ પ્રસંગે હિન્દી ફિલ્મોના જૂના અને અણમોલ ગીતો, દેશભક્તિ ગીતો, તથા કચ્છીગીતોનો સૂરમયી શામનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્રમાં તાલીમ મેળવનારા ભાઈબહેનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમનું આયોજન વર્ગ-સંચાલક શ્રી કિશોર એલ. જોશી ‘કશીશ’ના સંગીત નિર્દેશન અને વ્યવસ્થા હેઠળ થયો હતો.

નાગરિકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય તે હેતુ થી સહજીવન સંસ્થા વિવિધ જાગૃતિ કાર્યક્રમ કરે છે. જે અંતર્ગત હાલમાં ભુજ શહેર ની વિવિધ શાળાઓમાં જઈ ભારતના ભાવિ નાગરિકો એવા વિધ્યાર્થિઓ પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય તે હેતુથી પર્યાવરણ વિષયક વિવિધ મુદા પર ફિલ્મશો/કાર્ટૂન ફિલ્મ વિદ્યાર્થિઓને બતાવવામાં આવે છે. તા.૬ અને ૭ સપ્ટેમ્બરના રોજ ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે ફિલ્મ શો બતાવવામાં આવ્યો.

“સેવાનું કામ જો સંઘ દ્વારા થાય તો સેવા અનેકગણી થઇ શકે" એવા આશયથી ભુજમાં કાર્યરત મહિલા મંડળથી પરિચય થયો ! હા, ભુજના રાજગોર પરિવારની મહિલાઓએ સંગઠિત બની સમાજ માટે સેવાનું એક કેન્દ્ર ખડું કર્યું છે જેનું નામ છે, 'શ્રી ત્રંબ્કેશ્વર રાજગોર મહિલા મંડળ' ! મહાદેવના નામ સાથે સંકળાયેલું આ મંડળ વર્શભર અનેકવિધ સેવાકાર્યો કરી એક દ્રષ્ટાંત ઉભું કરી રહ્યું છે.

પૃષ્ઠો