Latest contents

ભુજ નગરપાલિકાના ચુંટાયેલા પ્રતિનિધિઓ શહેરી શાસન વ્યવસ્થાથી વધુ સારી રીતે માહિતગાર બની ભુજના વિકાસમાં વધુ અસરકારક રીતે સહભાગી બને તેવા ઉમદા આશય સાથે ભુજના અર્બન સેતુ દ્વારા એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. શહેરી શાસનના નિષ્ણાત દ્વારા ૭૪મા બંધારણિય સુધારા, નગરસેવકોની ભુમિકા તેમજ નગરપાલિકાના બજેટ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી.

મને આભલે ચમકતો ચાંદલો ગમે, એની આસપાસ નાના મોટા તારલા રમે ......

નાની મારી આંખ એ જોતી કાંક - કાંક એ તો કેવી અજબ જેવી વાત છે ...

આર્ટીકલ written by Chatthi Bari Ma... on the 06/01/2017 in રમતગમત અને મનોરંજન

यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता : |

यत्रैतास्तु न पूज्यन्ते सर्वा सतात्राफला: क्रिया ||

કચ્છમાં સૌથી જૂના અને નહેરુ યુવા કેન્દ્ર તરફથી શ્રેષ્ઠ મહિલા મંડળનો એવોર્ડ મેળવનાર આ સંસ્થાને ૮૦ વર્ષ પૂર્ણ થતાં તાલીમાર્થીઓ દ્વારા તેનો અસિતી વર્ષ મહોત્સવનો એક રંગારંગ કાર્યક્ર્મ તા. ૧૭/૧૨/૨૦૧૬ ના સહયોગ હોલમાં ભુજના નગરપતિશ્રી અશોકભાઇ હાથીના અધ્યક્ષપદે તથા જિલ્લા શિક્ષણાધિકારી ડો. શ્રી મધુકાંતભાઈ આચાર્યના અતિથિવિશેષ પદે યોજાઇ ગયો.

आखिर हम कैसे भूल गये, महेनत किसान की,

दिन हो या रात उसने, परिश्रम तमाम की

પશુપાલનના વ્યવસાયને એક નવું આયામ આપવાના ઉદેશ્યથી ‘હોમ્સ ઇન ધ સિટી’ અને સહજીવનના પ્રયાસોથી ભુજ શહેરમાં એનિમલ હોસ્ટેલ બનવા જઈ રહી છે. એને જ સંલગ્ન એવું ભુજ શહેર પશુ ઉછેરક સંગઠનને ટ્રસ્ટ અને સોસાયટી એક્ટ હેઠળ નોંધણી કરાવી છે. તેની પ્રથમ સાધારણ સભા તા.૨૨/૧૧/૨૦૧૬ના રોજ જિલ્લા પંચાયત સભાખંડમાં યોજાઇ.

જો સમગ્ર વિશ્વની મહિલાઓ જાગૃત થઈ જાય તો ! ખરેખર, એક યુગ ચેતના પૂરા વિશ્વમાં આવે ! મિત્રો, આપનું શું મંતવ્ય છે? જણાવશો. આજ વાત કરવી છે, મહિલાઓ માટેના આજના દિવસની.

આર્ટીકલ written by Shuchi on the 25/11/2016 in માહિતી મેળવો , શિક્ષણ અને જાગૃતિ

વિક્રમ સંવત ૨૦૭૩ના વર્ષને વધાવવા શ્રી ભુજ મહિલા મંડળ – છઠ્ઠીબારીના આંગણમાં પ્રમુખશ્રી પુષ્પાબેન વૈધની અધ્યક્ષતામાં સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો. પ્રારંભે ભગવાનની સંગીતમય આરતી પુષ્પાબેન વૈધે ઓર્ગન પર વગાડી. ત્યારબાદ સંસ્થાના નૃત્યવર્ગની તાલીમાર્થી ધ્રુતી પટેલ, હીર સોની અને માહી ઠક્કરે ગણેશવંદના કરેલ. જયારે દેવાંશી સોમપુરાના ભાવવાહી નૃત્ય વંદનાએ સૌને મંત્ર મુગ્ધ કર્યા.

Blog entry written by Chatthi Bari Ma... on the 23/11/2016 in સંસ્કૃતિ અને વારસો

ભારત એ વૈવિધ્ય પૂર્ણ દેશ છે. આપણે ઉત્સવપ્રિય વ્યક્તિઓ છીયે. એમાનોં જ એક ઉત્સવ એટ્લે ‘પ્રકાશપર્વ’. શીખધર્મના સ્થાપક અને પ્રથમ ગુરુ શ્રીનાનક સાહેબના જન્મદિવસને સમગ્ર શીખ સમાજ ઉજવે છે. કારતક મહિનાના પૂર્ણ ચંદ્ર એટ્લે કે કાર્તિકી પુર્ણિમાના દિવસે અને હિન્દુ ચંદ્ર કેલેન્ડર મુજબ આ ઉત્સવ ઉજવાય છે.

આપણી હથેળીમાં બાલ સહજ હદયના ભાવ ઝીલીયે, ને શાસ્વત આનંદ અનુભવીએ !! બાલ્યાવસ્થા એક એવી અવસ્થા જે કોઈ પણ વ્યક્તિ ના જીવન માટે યાદગાર જ હોય ! દરેક બાળક ખાસ છે. બાળકને રમત-ગમત, રુચિ મુજબ અભ્યાસની છૂટ હોય. બધા માટે શિક્ષણ સુલભ હોય, પ્રાથમિક શિક્ષણ તો નિ:શુલ્ક હોય તેવું પ્રાવધાન આપણાં દેશના કાયદામાં છે. શિક્ષા દરેક માટે.

પૃષ્ઠો