Latest contents

ભુજમાં લોકભાગીદારી દ્વારા સુશાસનની પ્રક્રિયા થાય એવા આશય સાથે વોર્ડ સમીતિના સભ્યો માટે વોર્ડનું વિસ્તાર વિકાસ આયોજન કેવી રીતે બનાવવું અને નગરપાલિકા સાથે કેવા પ્રકારના સંકલન કરવા એ અંગેની એક દિવસીય કાર્યશાળાનું આયોજન ભુજ અર્બન સેતુ અને ભુજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાઇ ગઇ.

તારીખ ૦૨.૦૨.૧૮ ના રોજ સહજીવન,ભુજ નગરપાલિકા અને એચ.આઇ.સી સહયોગી સંસ્થા તેમજ વન વિભાગ ના સહયોગ થી ભુજ ના રેલ્વે મથક બહાર આવેલ બાવળ ઝાડી કટીંગ, તાર ફેન્સીંગ, સફાઇ કામ અને વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવી. જેમાં નગરપાલિકા ચીફ ઓફીસર સાગવાન સાહેબ, સેનેટરી અધિકારી કલ્યાણસિંહ સોઢા, સહજીવનના અર્બન વિભાગના કાર્યકર, અભિયાન, સેતૂ અર્બન ના કાર્યકરો તેમજ ભુજ બોલે છેની ટીમના સભ્યો કાર્યમાં હાજર રહયા હતા.

વિનમ્રતા, આંતર અવલોકન, મૌન અને કરૂણા જેવા માનવજીવનનાં ચાર મુખ્ય ગુણો ને - અંતર્ગત શિશુકુંજ ઇન્ટરનેશનલ સ્કુલમાં તારીખ ૨૮/૧/૨૦૧૮ ના રોજ વાર્ષિકોત્સવ યોજાઇ ગયો. કાર્યક્રમની શરૂઆત સુંદર પ્રાર્થના દ્વારા થઇ. અતિથીવિશેષ શ્રી રમેશભાઇ સંઘવી તેમજ શાળાના સંચાલકોના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકોએ પ્રસંગોચિત ગીતો રજુ કર્યા હતા.

Urban Setu team, the urban unit of Setu Abhiyan, visited Sadbhawna Sangh, Mumbai between 2nd and 4th December, 2017. Sadbhawna Sangh is a union of likeminded people who work in network for strengthening democracy and national unity. Sadbhawna Sangh has supported formation of Area Sabhas in 22 areas under Bombay Municipal Corporation (BMC) in conformity with Nagar Raj Bill.

જેવું વાવેલું હોય એવું લણવાના સમાજના વણલખ્યા નિયમને ધ્યાનમાં લઈને ગુનાહિત કૃત્યોથી દૂર રહેવાની સલાહ આજે પાલારા ખાસ જેલના કેદીઓને પોલીસની બોર્ડર રેન્જના આઇજી શ્રી એ.કે. જાડેજાએ આપી હતી.

આર્ટીકલ written by Upasana Gor on the 22/07/2017 in શિક્ષણ અને જાગૃતિ, પર્યાવરણ

ગત ૨જી જૂનના રોજ તંત્ર, સ્વૈચ્છિક તેમજ ધાર્મિક સંસ્થાઓ અને નાગરિકોની ઉપસ્થિતિમાં "હમીરસર" તળાવમાં લોકભાગીદારી સાથે ખાણેત્રું શરુ કરવામાં આવ્યું હતું જેને આજે ૫ દિવસ પુરા થયા છે.

“૫મી જૂન - વિશ્વ પર્યાવરણ દિવસ"ની ભુજમાં બાળકોએ અનોખી ઉજવણી કરી હતી. એક મનુષ્ય તરીકે આપણે સૌ જે રીતે પર્યાવરણને નુક્સાન પહોંચાડીએ છીએ અને પર્યાવરણને સાચવવા માટે આપણી શું ફરજ છે એ બાબતોને વિવિધ માધ્યમો દ્વારા ૨૫ જેટલા બાળકોએ કાર્યક્રમમાં રજુઆત કરી હતી.

ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠન અંતર્ગત ચાલતી "ભુજ માલધારી પશુપાલક મંડળ-દૂધ ડેરી"માં ભુજના પશુપાલકોન્ દૂધ એકત્ર કરવામાં આવે છે. આજે ૨૭મી તારીખે ભુજના પપાલક શ્રી હમીદભાઇ હાજી પનુ જત એમની "મીંડી" (ભીલ્લી) નામની ભેંસનું દૂધ જમા કરવા આ ડેરી પર આવ્યા હતા. દુધની ફેટ માપવામાં આવી ત્યારે એ સેમ્પલનું ફેટ ૧૨.૨ આવી હતી એ ખરેખર વિશિષ્ટ કહી શકાય !

આર્ટીકલ written by jayanjaria on the 29/05/2017 in આજીવિકા અને અર્થતંત્ર

શ્રી ભુજ મહિલા મંડળ છઠ્ઠીબારી સંચાલિત શ્રી પ્રેમલતાબેન કે. રંગવાલા શિશુ વાટિકાનો વાર્ષિક ઉત્સવ એવોર્ડ વિજેતાશ્રી પ્રબોધભાઈ મુનવરના અધ્યક્ષ સ્થાને યોજાયો. મુખ્ય મહેમાન અને દાતાશ્રી અરૂણાબેન પરમાર અને મનીષાબેન ભુજંગી જેમનું ક્રમશ પુષ્પગુચ્છથી સ્વાગત પ્રમુખશ્રી પુષ્પાબેન વૈધ અને ભાનુબેન પટેલે કર્યું હતું. જ્યારે શ્રી દિલીપભાઇ વૈધ નું પુષ્પગુચ્છથી સ્વાગત જયશ્રીબેન ઠક્કરે કર્યું હતું.

Ramkund, the small well-temple hidden in the corners of Bhuj, only to be found when searched for, had a very special day on 29th April 2017. The school of Bhuj 'Shishukunj' and 'Bhuj Bole Chhe' organized an awareness program to make the people of Bhuj aware of this hidden heritage treasure and of treating it like that and not like a dustbin.

પૃષ્ઠો