વન એમપી વન આઇડિયા સ્પર્ધામાં "સહજીવન" દ્વિતિય વિજેતા ! Bhuj blue bin concept rewarded by the MP of Kachchh!

Printer-friendly version
Date: 
04/02/2014

"One MP One Idea" this competition was announced by the District planning commission with the concept of Member of Parliament of Kachchh district. “Sahjeevan” an NGO from bhuj got the 2nd prize for their concept of collecting wet waste in blue bins in diferent areas of the city and for promoting the idea of feeding the cattles with waste.

કચ્છમાં સૌ પ્રથમ વખત સાંસદના પ્રયત્નોથી આયોજિત "વન પીએમ વન આઇડિયા" સ્પર્ધામાં "ભીના કચરાનો યોગ્ય નિકાલ" વિષય સાથે ભુજની "સહજીવન" સંસ્થા દ્વિતિય સ્થાને વિજેતા જાહેર થઇ છે.


ભુજના ટાઉનહોલ ખાતે સાંસદશ્રી પુનમબેન જાટના અધ્યક્ષસ્થાને  આયોજિત કાર્યક્રમમાં કુલ્લ ૨૯ સ્પર્ધકોમાંથી પ્રથમ ૩ વિજેતાઓને નિયત પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા. આ સ્પર્ધામાં ભીના કચરામાંથી "બ્લુ બીન" કોન્સેપ્ટ સાથે વેસ્ટ ટુ બેસ્ટ પશુઆહાર બનાવવાના વિચાર સાથે દ્વિતિય સ્થાન મેળવનાર સહજીવન સંસ્થાને સન્માનપત્ર સાથે ૧ લાખ ૫૦ હજારની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો જે સ્વીકારવા સહજીવનની ટીમ હાજર રહી હતી. સંસ્થાના સંચાલક શ્રી સબ્યસાચી દાસ તેમજ આ કાર્યને જીવંત રાખનાર સમુદાયના બહેનો પણ સન્માન સ્વીકારવા હાજર રહ્યા હતા.

આ બ્લુ બીનના http://bhujbolechhe.org/sites/bhujbolechhe.org/files/styles/gallery_squa... delodsc04659_1 .jpg?itok=RRxRLa_b  કોન્સેપ્ટ સાથે શરુઆતથી જોડાયેલા સહજીવનના કાર્યકર શ્રી ધર્મેશભાઇ અંતાણીએ આ સન્માન સાથે જોડાયેલી માહિતિ આપતાં જણાવ્યું કે, “ આજથી ૫ વર્ષ પહેલાં ૨૦૦૯ની સાલથી ભુજના ૧૫ વિસ્તારમાં કચરા અંગેનો સર્વે કર્યો હતો જેમાં ૬૮ ટકા ભીનો કચરો હોવાનું જણાતાં બ્લુ બીન નો વિચાર આવ્યો અને સમુદાયોના સહયોગથી આજ સુધી એ વિચાર સાકાર સ્વરુપે ચાલી રહ્યો છે. અને આજે કચ્છના સાંસદશ્રીના નવતર પ્રયત્નના માધ્યમે અમારા આ વિચારનું બહુમાન કરવામાં આવ્યું! જિલ્લા વિકાસ આયોજન દ્વારા ૮ માસ પહેલાં આ સ્પર્ધા જાહેર કરવામાં આવી હતી જે માટે આવેલી કુલ્લ ૨૯ એન્ટ્રી કરનાર વ્યક્તિ, સંસ્થા, સમુદાયોએ જે નવતર શોધ કે પ્રયોગ કર્યા હત તેનું કલેક્ટર કચેરી ખાતે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. ૮ નિષ્ણાતોની નિર્ણાયક ટીમે તમામ મુદ્દાઓને ધ્યાનમાં લેતાં પ્રથમ ત્રણ વિજેતાઓ જાહેર કર્યા જેમાં સહજીવન બીજા સ્થાને વિજેતા જાહેર કરાયું જે અમારી સમગ્ર ટીમ માટે પ્રોત્સાહક બની રહ્યું છે. આ સન્માન માટે જે નાગરિકોએ અમને સહકાર આપ્યો અને આજે પણ ભુજના અનેક વિસ્તારોમાં બ્લુ બીનના પ્રોજેક્ટને ચલાવી રહ્યા છે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ !”

સન્માનરુપે મળેલા દોઢ લાખ રુપિયાના સદુપયોગ અંગે તેમણે જણાવ્યું કે આગામી સમયમાં સહજીવન સંસ્થા ઘેર ઘેર જઇ ભીનો કચરો એકત્ર કરી ગોવાળોને પહોચાડવાની પ્રક્રિયા હાથ ધરશે જેમાં આ રકમ ખુબ જ ઉપયોગી નિવડશે.http://bhujbolechhe.org/gu/hic/projects/jhiiro-vestt-senttr

અહિં ઉલ્લેખનીય છે કે ગુજરાત ઇકોલોજીકલ કમિશન દ્વારા ૨૦૧૩ વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ હેઠળ ૧૮ પર્યાવરણ લક્ષી ઉમદા વિચારો સાથેની "ટુવર્ડસ્ ગ્રીન ગુજરાત" પુસ્તક પ્રકાશિત કર્યુ હતું જેમાં પણ સહજીવનના "બ્લુ બીન" કોન્સેપ્ટને સ્થાન મળેલ છે !
સંસ્થાને અભિનંદન !

લેખક
dharmesh.antani's picture