Latest contents

કિશોરીઓને સલામતિ મળે અને એમના સપનાઓને પાંખ મળે એ માટે તંત્ર, સંસ્થા અને સમાજ કાર્યશીલ બને એ હેતુ સાથે સતત ચોથા વર્ષે "કચ્છ મહિલા વિકાસ સંગઠન" અને "સખિ સંગીનિ" દ્વારા ભુજમાં "કિશોરીઓનો કલરવ" કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

સ્વૈચ્છિક સંસ્થાઓ, નાગરિકો અને સંગઠનોના સંયુક્ત પ્રયાસોથી ભુજ મધ્યે "હોમ્સ ઇન ધ સીટિ" પ્રલક્પ ચાલી રહ્યો છે.

દેશદેવી મા આશાપુરાના દર્શનાર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ અસંખ્ય યાત્રાળુઓનો પ્રવાહ શરુ થઇ ગયો છે. સાથે સાથે પદયાત્રીઓના સેવાર્થે હંમેશની જેમ અનેક સેવા કેમ્પ પણ ધમધમી રહ્યા છે.

ભુજના હોમ્સ ઇન ધ સીટિ પ્રકલ્પ અંતર્ગત હુન્નરશાળા ફાઉન્ડેશન અને અર્બન સેતુ દ્વારા સ્ટ્રીટ વેન્ડર પ્રોટેક્શન ઓફ લાઇવલીહુડ એન્ડ એગ્યુલેશન ઓફ સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટ ૨૦૧૪ મુજબ આયોજિત કાર્યક્રમમાં હાથલારી વિક્રેતાઓને સંગઠિત બની જાગૃત થવા આહવાન કરાયું હતું.

ગાંધી જયંતિ નિમિત્તે ભુજની લાલન કોલેજમાં ૨જી ઓક્ટોબરે સ્વચ્છતા પર્વ અંતર્ગત 'મીનિમમ વેસ્ટ એક્ઝીબિશન-૨૦૧૮' નું આયોજન કરવામાં આવ્યું હતું.

વિકેન્દ્રિત શાસન વ્યવસ્થાની પહેલ સ્વરુપે ભુજ નગરપાલિકા દ્વારા ભુજના ચાર વોર્ડ ૭, ૮, ૧૦ અને ૧૧માં વોર્ડ ઓફિસના લોકાર્પણનો કાર્યક્રમ ભુજના ધારાસભ્યની અધ્યક્ષતામાં યોજાઇ ગયો.

બહેનો માટેના પારંપરિક રૂઢીવાદી નજરિયાને અને સદીઓથી જડબેસલાક ચાલ્યા આવતા અસમાનતાના વાતાવરણને બદલી નવી વિચારધારાથી બહેનો પોતાની પસંદગીના વ્યવસાય દ્વારા રોજગારી મેળવે અને પગભર બની સમાજ સામે એક આદર્શ ઉદાહરણ પુરું પાડે એવા હેતુ થી બહેનોને છકડા ચાલક માટેની તાલીમ અપાવવાની એક પહેલ હાથ ધરાઇ છે.

આ વિશિષ્ટ દિવસ ૧૯૯૪થી ૧૬મી સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય ઓઝોન સ્તરના અવક્ષયની જાગૃતિ ફેલાવવાનો અને તેને બચાવવાના ઉકેલ શોધવાનો છે.

Blog entry written by Jigna Joshi on the 16/09/2018 in ઉર્જા, પર્યાવરણ, આરોગ્ય

સરકાર અને વંચિત નાગરિકો વચ્ચે સંકલનની ભુમિકા ભજવનાર સેતુ અભિયાનના માહિતીમિત્ર વિભાગ દ્રારા વિવિધ સરકારી વિભાગોની સામાજિક સહાયની યોજનાઓ વિશે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. ભુજના વિવિધ વિસ્તારોના નાગરિકોની બહોળી હાજરીમાં સરકારી અધિકારીઓએ માહિતી પુરી પાડી ચર્ચા કરી હતી.

દર વર્ષે ૧૨મી ઓગસ્ટના રોજ "આંતરરાષ્ટ્રિય યુવા દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો ઉદ્દેશ્ય યુવાનોના મુદ્દા અને તેમના દ્રષ્ટિકોણ તરફ ધ્યાન દોરવાનું છે. ૧૭મી ડિસેમ્બર ૧૯૯૯ના રોજ યુથ વર્લ્ડ કોન્ફરન્સ દરમ્યાન થયેલી ભલામણોને ધ્યાનમાં રાખીને દર વર્ષે ૧૨મી ઓગસ્ટના દિવસને "આંતરરાષ્ટ્રિય યુવા દિવસ" તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી.

પૃષ્ઠો