Water

ભુજ શહેરમાં તો છે બે સરોવર,
એક હમીરસર અને બીજુ છે દેશલસર,
બન્ને છે તો એક જ શહેરમાં પણ,
લાગે છે એક લાડકું અને બીજું ઓરમાયું;

એકને મળે છે કાર્નિવલના સુશોભન તો,
બીજાને મળે છે ગંદા પાણીના નાળા !

posted by dineshcharan on the 21st Oct 2015

કુદરતના સૌંદર્ય સમી ખારી નદી સ્વચ્છ અને નિર્મલ બની રહે એ માટે ભુજ બોલે છે અને અર્બન સેતુ ટીમ દ્વારા ખારી નદી પાસે "ચાલો ખારીનદીને કચરામુક્ત કરીએ, કુદરત અને જીવસૃષ્ટિનું સંરક્ષણ કરીએ!” આ અપીલ સાથેનું બોર્ડ મુકવામાં આવ્યું છે.

posted by jayanjaria on the 2nd Sep 2015

ભુજમાં તાજેતરનાં વરસાદે જ્યારે સમગ્ર વહીવટ તંત્ર અને જિલ્લાભરના લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા તેવામાં શહેરના વોર્ડ નં. ૨ના શેખ ફળિયા અને આસપાસનો વિસ્તાર પણ વરસાદ અને ઉભરાતી ગટરોના પાણીથી પરેશાનીમાં મુકાયો હતો.

posted by vishram.vaghela on the 19th Aug 2015

જેઠનો  વરસાદ આ મારે છે આંખ મને,
                    એના સંગાથે હું ગાંડીતૂર !
રૂપ મારે જોવાં છે   મેહુલાનાં મનભરી,

posted by Kant on the 15th Jun 2015

“પાણીનું એક એક ટીપું બચાવીશું તો આપણી આવતી પેઢીને પાણીની કારમી અછત નહિં ભોગવવી પડે, અને એ માટે ભુગર્ભ જળ સંગ્રહ એક અનિવાર્ય સ્ત્રોત બની રહ્યું છે" આવા સુર સાથે ભીમ અગિયારસના દિવસે ભુજમાં સંસ્થાઓ દ્વારા પરંપરાગત "જલપેડી"નું આયોજન કરવામાં આવ્યું હતું.

posted by jayanjaria on the 30th May 2015

ધીરે ધીરે જ્યારે વાતાવરણમાં ગરમી લાગવાના એંધાણ શરુ થયાં છે તે જોતાં આગામી સમયમાં અસહ્ય ગરમી પડવાની શક્યતાઓ વર્તાઇ રહી છે તેવામાં ભુજની સંજોગનગરની શાળા નં. ૧૬ને દાતા તરફથી વોટર કુલરની ભેટ મળતાં બાળકોમાં ખુશી વ્યાપી ગઇ છે.

posted by shahejilanyuvak... on the 18th Feb 2015

Pages