સીદી ખમીશા બંકોરા

દાઉદ ઓસમાણ સીધીક

મુળ અટક "વરીમા" છે. તેઓ બંકોરાવાલા કહેવાય છે.
જન્મ તારીખ : ૧૬-૧૦-૧૯૪૬
જન્મ સ્થળ : જ્યુબીલી હોસ્પિટલ, ભુજ.
શિક્ષણ : ૮ ધોરણ પાસ
પ્રાથમિક શિક્ષણ શાળા નં. ૪ તથા મિડલ સ્કુલમાં લીધું.
૮મુ ધોરણ ભુજની ઓલ્ફ્રેડ હાઇસ્કુલમાં પાસ કર્યું.
વ્યવસાય : ૩૮ વર્ષ એસ.ટી.મા ટેકનિકલ અને ડ્રાઇવર રહ્યા છે.
૨૦૦૪થી નિવ્રુત્ત થઇ કરિયાણાની દુકાન ચલાવે છે.
સરનામું : બાવાગોરની દરગાહ સામે, સેજવાલા માતમ રોડ, ભુજ.
સંપર્ક : વાસીમ જમાદાર

  • દાદા : સીદી ખમીશા બંકોરા :

તેઓ દાદાભાઇ નવરોજીના પરિવાર સાથે સંળાયેલા હતા તેમજ તેમના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા. તે જમાનામાં નફિસા નામની ઇટાલિયન કાર તેઓ ચલાવતા. જ્યારે જવાહરલાલ નહેરુ આર્થર રોડની જેલમાંથી નિકળ્યા ત્યારે તેઓ તેમને કારમાં લઇ ગયા હતા. તેમજ નહેરુજીના પત્નિને બેલાકપિયર પોર્ટ પર શીપમાં મુકવા માટે તેઓ ગયા હતા. આ રીતે તેમનો સબંધ રાજકિય હસ્તીઓ સાથે રહ્યો છે.

  • પિતા : ઓસમાણ ખમીશા સીદી :

તેઓ ૧૯૫૦માં કચ્છ સ્ટેટ મોટર સર્વિસમાં બસ ડ્રાઇવર હતા. તેમના પણ રાજકિય પરિવારો સાથે સંબંધ રહ્યા છે. તેઓ ઇંદિરા ગાંધીને શાળાએ મુકવા જતા. તેઓ કચ્છના મહરાવ શ્રી મદનસિંહજીના ડ્રાઇવર પણ રહ્યા છે. જ્યારે તેઓ મુંબઇ હતા ત્યારે ત્યાંના મોટા જૈન ઉદ્યોગપતિ કેલાચંદ દેવચંદ શાહ સાથે તેમના ગાઢ સબંધ રહ્યા છે.

તેમના પરિવારની ખાસીયતો :

દાઉદભાઇ જાતે સંગતનો શોખ ધરાવવા સાથે સારા નોબતવાદક રહી ચુકયા છે.
તેમના સાથીદારના અવસાન પછી તેમણે નોબતવાદન છોડી દીધું છે.
તેમના પત્નિ "જીકરી" અને લોકગીતના કલાકાર છે અને કોઇ પણ પ્રસંગોએ મુસ્લિમ તેમજ હિન્દુ પરિવારોના કાર્યક્રમોમાં પણ ગુજરાતી-કચ્છી લોકગીતો ગાય છે.
સૌરાષ્ટ્ર-કાઠિયાવાડમા તેમના દિકરી લેવા-દેવાના સબંધ છે.
તેમજ તેમના સમાજમાં ઇતર સમાજમાં લગ્ન ને માન્યતા આપવામાં આવી છે.

Bhuj Information Center is built thanks to Bhuj citizens contributions.
If you want to correct or add any information regarding the subject of this page : 

Please Contact us!