સીદી સમાજના યાદગાર અને ખ્યાતનામ્ વ્યક્તિ : હસનભાઇ જમાદાર

માહિતિ આપનાર : ફિરોઝભાઇ હસનભાઇ જમાદાર

જન્મ તારીખ : ૦૭/૦૧/૧૯૫૭
વ્યવસાય : એરફોર્સ ગ્રાઉન્ડ સર્વિસ
સરનામું : સેજવાલા માતમ પાસે, ભુજ

સમાજના યાદગાર વ્યક્તિ અને તેમના પિતા : હસનભાઇ જમાદાર

hasan9.jpg
૫મી ઓગષ્ટ ૧૯૨૮માં જન્મેલા સીદી સમાજના સપુત હસનભાઇ જમાદારે તેમના જીવનમાં અનેક ભુમિકાઓ નિભાવી છે. ગાયક, સંગીતકાર, લેખક સહિતની અનેક કલાઓ તેમનામાં રહેલી હતી. તેઓ આદર્શ શિક્ષક, આકાશવાણીના કલાકાર તેમજ સંગીતગ્ય વ્યક્તિત્વ હતા.

hasan7.jpg

ફિલ્મ જગતના મશહુર સંગીતકાર નૌશાદ, કલાકાર બલરાજ સહાની, ટ્રેજેડી કિંગ દિલીપકુમાર, સ્વયં ઇતિહાસ જેવા કાકા સાહેબ કાલેલકર સહિતની નામી હસ્તીઓ સાથે તેમના સબંધો રહ્યા છે.

hasan6.jpg
હસનભાઇએ સંગીતનો વારસો તેમના પિતા શ્રી અલીભાઇ જમાદાર પાસેથી મેળવ્યો હતો. અલીભાઇ રાજાશાહી જમાનામાં બેન્ડ માસ્તર હતા અને તાલ-લયની ખુબ જ સમજ ધરાવતા હતા.
ભુજમાં૧૯૪૬માં મળેલી શિક્ષણ પરિષદની બેઠકમાં હસનભાઇએ મિત્રો સાથે આફ્રિકાનો "ઝુલુ ડાન્સ" રજુ કરી મનોરંજન પુરુ પાડ્યું હતું.

hasan1.jpg
તેમણે બિહાર તેમજ મુંબઇમાં તેમની કારકીર્દિ શરુ કરી હતી અને અંતે માદરે વતન ભુજમાં પરત ફર્યા હતા અને શિક્ષક તરીકે સેવા આપવાનું શરુ કર્યું હતું. એ સાથે અનેક કલા મંડળોમાં યોગદાન આપ્યું હતું.

Bhuj Information Center is built thanks to Bhuj citizens contributions.
If you want to correct or add any information regarding the subject of this page : 

Please Contact us!