તમારો પોતાનો ઓટલો બનાવો !

કાટમાળ અને તુટેલા પત્થરો ભુજ શહેરમાં અનેક જગ્યાએ જોવા મળે છે અને તેનો નિકાલ કરવો ખરેખર મુશ્કેલ છે. પણ તેને એક સમસ્યાની રીતે જોવાને બદલે એક ઉપાય તરીકે શા માટે ના જોઇએ !?
ભુજની હુન્નરશાળા ફાઉન્ડેશન સંસ્થા આવા પ્રકારના કાટમાળનો બાંધકામમાં કેવી રીતે ઉપયોગ કરવો તેના ઉપાયો શોધી રહી છે અને તેના પ્રયાસ રુપે સંસ્થા દ્વારા કેટલાક મકાનો અને રસોડાં બનાવ્યા પણ છે. (કાટમાલમાંથી બનેલા ઘર અંગેનો લેખ અહિં વાંચો)

તાજેતરમાં ભુજ બોલે છે મંચ દ્વારા શરુ કરાયેલા પ્રોજેક્ટ “ભુજ ગ્રીન સીટી" હેઠળ અમે હુન્નરશાળાના સહયોગથી શહેરમાં કાટમાળમાંથી બેઠક માટેના ઓટલા બનાવવાની પધ્ધતિ અપનાવી છે. આ પધ્ધતિ કોઇ પણ પ્રકારના કાટમાળ જેમ કે પથ્થર, ટાઇલ્સમાંથી ખુબ જ સરળ રીતે, ઓછા ખર્ચમાં અને કોઇ પણ નિષ્ણાત વિના અપનાવી શકાય તેવી છે. જરુર છે તેના માટેના લોખંડના ફોર્મવર્કની, ૧ થેલી સીમેન્ટ અને રેતી; બસ બની ગયો બિનઉપયોગી કાટમાળમાંથી ઉપયોગી "ઓટલો"!

તમારા પાડોશમાં ઓટલા બનાવવા માટે બીબીસી ટીમનો સંપર્ક કરો : ૯૯૩૭૨૩૩૩૬૬ અથવા અમારો સંપર્ક કરો.
આ નિ:શુલ્ક છે

આ કેવી રીતે કામ કરે છે :

જરુરી સાધનો : (બીબીસી દ્વારા)

 • ફોર્મવર્ક
 • ખરપડી
 • ગમેલા
 • પાવડા

સામગ્રી

 • સીમેન્ટની થેલીમાંથી ૩ ભાગ જેટલી સીમેન્ટ
 • ૨૫ ગમેલા રેતી
 • કાટમાળ

મરજીયાત :

 • જુની તુટેલી ટાઇલ્સ


પધ્ધત્તિ :

૧. ફોર્મવર્ક ગોઠવો : એ ચકાસવું કે તે બરાબર ગોઠવાયો છે, જરુર જણાય તો નાના પથ્થરનો ઉપયોગ કરી તેમે સીધું કરો. અને સ્ટીલના એંગલ વડે તે સીધું છે કે નહી તે તપાસો.

img_20140423_163525.jpg

img_20140423_163531.jpg


૨. ફોર્મવર્કની અંદરની દિવાલો પર થોડું ઓઇલ અને ડિઝલ મીક્ષ કરી કપડા વડે લગાવો.

dsc_1263.jpg


૩. કાટમાળ એકત્ર કરો, ઓટલામાં કોઇ પણ આકારના પથ્થર વાપરી શકાશે.

dsc_1271.jpg

૪. પાવડા વડે બરાબર રીતે સીમેન્ટ અને રેતી ભેળવો (૨૫ ગમેલા રેતી અને પોણી થેલી સીમેન્ટ, અંદાજે ૩૫ કિલો)

dsc_1256.jpg


૫. ઓટલાની જ્ગ્યાએ થોડું પાણી છાંટો.

dsc_1273.jpg

૬. નીચેના ભાગમાં મેળવેલી સીમેન્ટનો ૨ ઇંચ જેટલો થર પાથરો.

dsc_1274.jpg


૭. ત્યારબાદ ઓટલામાં પથ્થરોનો પહેલો થર મુકો : સાઇડના ભાગે મોટા અને વચ્ચે નાના પથ્થર ગોઠવો. મોટા પથ્થરની સપાટ બાજુ ફોર્મવર્કની દિવાલ તરફ રહે એ રીતે ગોઠવો. (પથ્થરોનો ઢગલો ન કરવો, એક જ સપાટી જેમ ગોઠવણી કરવી.)

dsc_1287.jpg


૮. વિકલ્પ : જો તમારી પાસે જુની તુટેલી ટાઇલ્સ હોય તો બહારના ભાગની સપાટી માટે ગોઠવી શકો.

img_20140423_175224.jpg


૯. ગમેલામાં સીમેન્ટનું મિશ્રણ લઇ, પાણી સાથે મીક્ષ કરી પાતં મિશ્રણ રેડો, ખાસ કરીને સાઇડના ભાગે રેડવું.

dsc_1290.jpg


૧૦. મિશ્રણ દ્વારા બધી જગ્યાઓ ભરાઇ ગયા બાદ બીજા થર માટે  સીમેન્ટનો ૧ ઇંચ થર પાથરો.

dsc_1299.jpg


૧૧. બીજા થર માટે પથ્થર મુકો (જુઓ ૭મો મુદ્દો)

dsc_1304.jpg


૧૨. સીમેન્ટનું પાતળું મિશ્રણ બાજુના ભાગોએ રેડો, વચ્ચેના ભાગમાં સાદી રેતી ઉમેરો, (રેતી સીમેન્ટ અને પૈસાની બચત કરશે)

dsc_1320.jpg


૧૩. વધુ એક થર સીમેન્ટનો પાથરો અને ફોર્મવર્ક ભરાઇ ન જાય ત્યાં સુધી આ પ્રક્રિયા કરો. ઉપરના ભાગે ૧ ઇંચ મા માત્ર સીમેન્ટનો થર પાથરી સમથળ કરો.

dsc_1334.jpg


૧૪. સીધા પાટીયા કે લાકડા વડે ઉપરનો ભાગ સપાટ કરો.

dsc_1340.jpg


૧૫. ઓટલાના ઉપરના ભાગ માટે કેટલાક વિકલ્પો :

 • પ્લાસ્ટર : પાણી અને સીમેન્ટનો પાતળો થર લગાવો (રેતી વગર)
 • ટાઇલ્સ : ઓટલાની ઉપરના ભાગમા ટાઇલ્સ ગોઠવો. જ્યારે તમે ટાઇલ્સ કેવી રીતે મુકવી તે નક્કિ કરી લ્યો ત્યાર બાદ સીમેન્ટના મિશ્રણનો પાતળો થર પાથરી તેના પર ટાઇલ્સ મુકો.
 • તુટેલી ટાઇલ્સ : સીમેન્ટના મિશ્રણનો પાતળો થર પાથરી તેના પર ટાઇલ્સના ટુકડા મુકો.

dsc_1351.jpg

img_20140423_184400.jpg

૧૬. ૧ કલાક બાદ તમે ફોર્મવર્ક કાઢી શકો છો.

dsc_1367.jpg


૧૭. ઓટલાની બાજુઓ માટેના વિકલ્પો :

 • પ્લાસ્ટર : પાણી અને સીમેન્ટનો પાતળો થર લગાવો (રેતી વગર)
 • બ્રશ વડે લાઇમ વોશ કે ચુનો લગાવી શકાય.
 • ટાઇલ્સ
 • તુટેલી ટાઇલ્સના ટુકડા
 • જેમ છે તેમ રાખી દો ! ફરીથી વપરાયેલી સામગ્રી જોઇ શકાશે!

અને બધાથી પહેલાં... તમારા મિત્રો અને પરિવાર સાથે ખુશ્મય સમય પસાર કરો!!

dsc_1361.jpg

Category of action: