ધરતીકંપ પહેલાં લેવાની સાવચેતી

ધરતીકંપ પહેલાં લેવાની સાવચેતી :
૧) નવા -જૂના મકાનોની જરૂરી જણાયતો ભૂકંપ રહિત સમારકામ કરાવવુ .
૨) ભારે અને કાચની વસ્તુઓ ને અલમારીના નીચેના ભાગમાં રાખવા જેથી કરીને ભુકંપ દરમ્યાન તેઓ નુકસાનકારક ન બને .
૩) અલમારી દરવાજાને આકડી કે લોક મારવું જેથી ભુકંપ સમયે દરવાજા ખુલે નહિ .
૪) ફ્રિજ ,ટીવી ,વોશિંગ મશીન, એ.સી તેમજ વોટર હિટર અને તેના જેવી અન્ય ભારેખમ વસ્તુઓને કોઇ વસ્તુ વડે સ્થિર રહે એ રીતે બાંધીને રાખો જેથી ભુકંપ સમયે નુકસાન ન થાય.
૫) પલંગ ઉપર કોઈ ભારે લટકતી વસ્તુઓ જેવી કે ઝૂમર ,આર્ટવર્ક, આરિસા, અલમારીઓ વગેરે ન મૂકવું .
૬) તમારા મકાનની વીમા પોલિસીને હમેશાં સુધારતા રહેવું જેથી તેના દ્વારા કોઇ પણ પ્રકારના નુકસાન બાદ ઇમારતનો પુરતો ખર્ચ, કબજા બદલી તેમજ નુકસાન ભરપાઇની પ્રક્રિયા સરળ રહે.
૭) બગડે નહિં તેવો ખોરાક, પાણીની બોટલ્સ, તમારા તમામ જરૂરિ કાગળિયાઓની નકલ (જેવા કે જન્મનું પ્રમાણપત્ર, ડોક્ટર્સ ના પ્રિસ્કિપ્શન, વીમાના કાગળ), રેડિયો, ધાબડા, પ્રાથમિક સારવાર બોક્સ (જરૂરિ દવાઓ), ટૌર્ચ, મિણબતી, ઈમરજન્સી લાઇટ વગેરે સહિતની એક એવી ઈમરજન્સી કીટ બનાવો જે ભુકંપ સમયે સરળતાથી હાથવગી બને.
૮) લાયબ્રેરીના કબાટ, કલાત્મક ભારે વસ્તુઓ, દિવાલ પર લગાવેલ ટેલિવિઝન તેમજ સ્ટેન્ડ પર રાખેલી વસ્તુઓ જે ભુકંપ સમયે વધારે ધ્રુજારી પામે તેના માટે વધુ સાવચેતી રાખવી.

Source : Lovetoknow.com

Contributors and sources for this content

Bhuj Information Center is built thanks to Bhuj citizens contributions.
If you want to correct or add any information regarding the subject of this page : 

Please Contact us!