વિકલાંગ સાધન સહાય યોજના

યોજનાની રૂપરેખા :

સાધન સહાય યોજના મેળવવાની પાત્રતા :

૧. ૫ થી ૫૦ વર્ષની ઉમર સુધીની વિકલાંગ વ્યકિત.
૨. ૪૦% કે તેથી વધુ વિકલાંગ ધરાવતી વ્યકિતને.
૩. વ્યકિત. કુટુંબની વાર્પિક આવક રૂ.૧૧,૦૦૦ થી વધુ ન હોય.
૪. ગુજરાત રાજ્યનો વતની.
૫. વિકલાંગ કાર્ડ ધરાવતા હોયે.

મળવાપાત્ર સહાય :


૧. અપંગ વ્યકિત કૃત્રિમ અવયવ માટે ઘોડી, કેલીપર્સ (બુટ),ત્રણ પૈડાવળી સાયકલ, બે પૈડાવળી સાયકલ.
૨. સ્વરોજગારી માટે હાથલારી, સિલાઇ મશીન, મોચીકામના સાધન.
૩. શ્રવણમંદ વ્યકિત માટે હીયરીંગ એઇડ તેમજ અન્ય સાધન સહાય.
૪. દૃષ્ટિમંદ વ્યકિત માટે સંગીતના સાધનો.
(ઉપરોકત આર્થિક સાધન સહાય રૂ. ૧૫૦૦/-ની માર્યાદામાં આપવામાં આવે છે.)

જરૂરી પુરાવાઓ :

૧. ઉમરનો પુરાવો.
૨. વિકલાંગ ઓળખપત્રની નકલ.
૩. સક્ષમ અધિકારીનો આવકનો દાખલો.
૪. સ્વરોજગારી માટે અનુભવ કે તાલીમનો દાખલો.

અરજી કયાં કરવી :

સમાજ સુરક્ષા શાખા (નાગીરક સોસાયટી, અંધશાળાનાં મકાનમાં, હોસ્પીટલ રોડ) ભુજ.
અરજીપત્ર : નિયત અરજી પત્ર માં અરજી કરવી.

Bhuj Information Center is built thanks to Bhuj citizens contributions.
If you want to correct or add any information regarding the subject of this page : 

Please Contact us!