નિરાધાર વૃદ્ઘોને અને નિરાધાર અપંગોને આર્થિક સહાયની યોજના

• યોજનાની રૂપરેખા :

નિરાધાર અને અપંગ કે જેઓના કુંટુંબ માં કોઇ કમાનાર ન હોય પોતે વૃધ્ધ અને અશકત હોય કમાઇ ન શકતા હોય તેવા વૃધ્ધોને આર્થિક સહાય આપવાની સરકારની આ યોજના અમલ માં છે.

સહાય કોને મળી શકે

૧. ૬૦ વર્ષની ઉપરની સ્ત્રીઓ તેમજ પુરૂષો
૨. જેમને ૨૧ વર્ષની વયનો પુત્ર ન હોય
૩. જેમની વાર્ષિક આવક રૂા. ૨૪૦૦/- વ્યકિતગત અગર રૂા.૪૫૦૦/- થી ઓછી સમગ્ર કુટુંબની હોય
૪. ગુજરાત રાજ્યનો ૧૦ વર્ષથી રહેતા હોવા જોઇએ.
૫. નિરાધાર અપંગો માટે વય મર્યાદા ૪૫ વર્ષથી થાય છે.
૬. ૨૧ વર્ષથી વધુ ઉમરનો પુત્ર હોય, પરંતુ જો શારીરિક રીતે અપંગ હોય / અસ્થિર મગજનો હોય તો / ટી.બી. કેન્સરથી પીડાતા હોય તો
મળવાપાત્ર સહાય
અરજદારની ઉંમર ૬૦ વર્ષ કે તેથી ઉપરની હોય તો માસિક રૂ. ૨૦૦/- (મનીઓર્ડર દ્વારા પોસ્ટ અથવા બેંક એકાઉન્ટના વિકલ્પ આપવામાં આવે છે.)

આધાર પુરાવા

૧. રાશન કાર્ડ ની ( બે નકલ )
૨. ઉમરનો દાખલો, જન્મનો દાખલો , ચુંટણી કાર્ડ ( બે નકલ )
૩. આવકનો દાખલો
૪. અરજદારે ગુજરાત રાજયમાં છેલ્લા ૧૦ વર્ષથી વસાવટ કરે છે.તે અંગે નું પ્રમાણપત્ર ( બે નકલ)
૫. ૨૧ વર્ષથી વધુ ઉમરનો પુત્ર હોય, પરંતુ જો શારીરિક રીતે અપંગ હોય તો અપંગતાની ટકાવારી દર્શાવતું અસ્થિ વિષયક નિષ્ણાંત તબીબનું / જો અસ્થિર મગજનો હોય તો / ટી.બી. કેન્સરથી પીડાતા હોય તો સીવીલ સર્જનનું પ્રમાણપત્ર અરજી સાથે રજુ કરવું. ( બે નકલ)

અરજી કયાં કરવી

મામલતદાર કચેરી
અરજીપત્ર : નિયત અરજી પત્ર માં અરજી કરવી.
 

Bhuj Information Center is built thanks to Bhuj citizens contributions.
If you want to correct or add any information regarding the subject of this page : 

Please Contact us!