કચ્છ મ્યુઝિયમ- રાજાશાહિ જમાનાનું સંભારણું

રાજાશાહિ જમાનાનું સંભારણું એટલે "કચ્છ મ્યુઝિયમ". પહેલાં હુન્નરશાળા અને ત્યારબાદ મહારાવને મળેલી ભેટ-સોગાદોમાંથી ખરીદાયેલી અનેક ચીજોથી સજ્જ મ્યુઝિયમ તરીકે ભુજની સર ઓલફ્રેડ હાઇસ્કુલ પાસે આ કચ્છ મ્યુઝિયમ કચ્છ ઉપરાંત દેશ-દુનિયાના પર્યટકોને કચ્છના  રાજાશાહિ તેમજ સાંસ્ક્રુતિક વારસાના દર્શન કરાવે છે .

આ ઐતિહાસિક ઇમારતમાં ઇ.સ. ૧૮૭૭માં હુન્નરશાળાનું નિર્માણ કરવામાં આવ્યું. મુંબઇની જે જે આર્ટ્સ કોલેજના જે ડી. એસ્પેરન્સ અહિના પ્રથમ આચાર્ય રહ્યા હતા. રાઓ ખેગારજીના લગ્ન સમયે હસ્તકળા અને વિવિધ કલાઓનાં પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. ભુતપુર્વ રાજ્યે એ પ્રદર્શનમાંથી ૫૮૭૯ ચીજો ખરીદી અને એ ચીજો પ્રદર્શિત કરવા નવી ઇમારતનું નિર્માણ કરવામાં આવ્યું, એ ચીજો આજે પણ આ મ્યુઝિયમમાં સચવાયેલી છે . આ મ્યુઝિયમનો પ્રથમ પાયાનો પથ્થર મુકનાર ફરગયુસન જે મુંબઇના ગવર્નર હતા તેમના નામે મ્યુઝિયમનું નામ "ફરગ્યુસન મ્યુઝિયમ" રાખવામાં આવ્યું હતું. પહેલાં મ્યુઝિયમ માત્ર રાજ્યના મહેમાનોને જ બતાવવામાં આવતું, અને અન્ય લોકો માત્ર દિવાળીના દિવસે જ મ્યુઝિયમ જોઇ શકતા. આઝાદી બાદ મ્યુઝિયમ જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવતાં તેનું નામ લોકજીભે "કચ્છ મ્યુઝિયમ" થઇ ગયું. શિક્ષણખાતામાંથી અલગ થઇ આ  ગુજરાત્ મ્યુઝિયમ બોર્ડ હેઠળ વડોદરાના મ્યુઝિયમ વિભાગ હેઠળ રાખવામાં આવ્યું. ૨૦૦૧ના ધરતીકંપમાં મ્યુઝિયમને નુકસાન થવા પામ્યું હતું. તેની સુરક્ષા માટે હથિયારબંધ રક્ષકો તૈનાત રાખવામાં આવ્યા છે. 

આ મ્યુઝિયમમાં અનેક વર્ષો પુરાણા અશ્મિઓ તેમજ પુરતત્વિય અવશેષો જોવા મળે છે . અહી સિન્ધુ સંસ્ક્રુતિના અવશેષોનો બહોળો સંગ્રહ છે . અહી અત્યંત પૌરાણિક ક્ષત્રપ શિલાલેખો છે જેમાં સૌથી જૂના સંવત ૧૧ના લેખોનો સમાવેશ છે જેમાં નિર્દિષ્ટ રાજા ચષ્ટણ છે. શરુઆતના વર્ષ હોઇ શક સંવતના સ્થાપક ચષ્ટણ છે તેમ જાણી શકાય છે. આ સંવતમાં હિન્દુસ્તાનનું ગ્રિગેરીયન કેલેન્ડરના સ્થાપનાની માહિતી મળે છે જે તેનું મહત્વ છે.

શસ્ત્રો અને હથિયારના વિભાગમાં તલવાર, ખંજર તેમજ રાઇફલ્સ રાખવામાં આવ્યા છે. અહી ટીપુ સુલ્તાને ભેટમાં આપેલી તોપ, પોર્ટુગીઝની બનાવટની તોપ તેમજ ઘંટ આકારના મોર્ટર ખુબ જ મુલ્યવાન ચીજો છે.

img_6236.jpg

મ્યુઝિયમમાં ૧૦મી સદિનાં કેરા, પુનારા, કોટાય અને કંથકોટ જેવાં મંદિરોના તુટી પડેલા કલાત્મક અવશેષોનો સંગ્રહ થયેલો છે. તેમજ અનેક પાળિયા અને કબરના પથ્થરો પણ અહિ છે. તેમાના એક પથ્થર પર પોતાના બચ્ચા અને ડુક્કરને સ્તનપાન કરાવતી ગાયનું ચિત્ર રસપ્રદ છે.જૂના સિક્કાઓના વિભાગમાં કચ્છનું ચલણ, ભારતના અન્ય દેશોના ચલણ તેમજ વિદેશી ચલણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે . કચ્છના મહારાવે કોરીની ચલણી નોટો બહાર પાડી હતી પરંતુ બ્રિટીશ સરકારે કોરીની નોટને ચલણી નાણામાં લેવાની પરવાનગી આપી નહોતી. સુવર્ણ અને ચાંદીમાં સોનાનું મુગુટ અને અન્ય કલાત્મક આભુષણો જોવા મળે છે.

મ્યુઝિયમના કાષ્ટ વિભાગમાં મૂકાયેલી સાત સુંઢ ધરાવતા હાથીની પ્રતિમા ઐતિહાસિક મહત્વ ધરાવે છે જેની  છાપ વાળી પોસ્ટની ટિકીટો મ્યુઝિયમને ૧૦૦ વર્ષ પુરા થયાની સાથે ૧૯૭૮માં બહાર પાડવામાં આવી હતી.

img_20131205_105646.jpg   

 ક્ષેત્રમાં ભુજના સંસ્ક્રુતના વિદ્વાન શ્રી દિનમણીશંકર વોરા તરફથી સ્થાનિક શૈલિની ચિત્રકલા "કમાનગિરિ" દ્વારા રામાયણના અંશો તેમજ કમાંગિરિ કલાના નિષ્ણાત શ્રી પ્રદીપ ઝવેરી દ્વારા અપાયેલા કચ્છનાં ચિત્રો દર્શાવવામાં આવ્યાં છે.

પિત્તળની વસ્તુઓમાં ૭મી સદીની ભગવાન બુધ્ધની પ્રતિમા જોવા મળે છે. અહી એક બ્રાહ્મિ શિલાલેખ છે જેના પર લખેલ છે કે એ શિલાલેખ કોઇઅ નરસિંહે તેમના ગુરુ કિર્તિ દેવીની યાદમાં લખેલ છે. બુધ્ધ ધર્મ સૌ પ્રથમ પ્રચલિત થવા પાછળ તેમના ધર્મમાં સ્ત્રીઓને વેદાભ્યાસ ઉપરાંત પુજા કરવાની પણ અનુમતિ હતી જ્યારે હિન્દુમાં તેવું નહોતું. ૧૮૫૭ના સ્વાતંત્રય સંગ્રામના પિત્તળના લંબગોળ બિલ્લા જે સંપુર્ણ ગુજરાતીમાં હોવા છતાં ઉકેલી શકાતા નથી તેવા બિલ્લા અહી છે જે સ્વ. કંચનપ્રસાદ છાયાના પ્રયાસોથી પ્રાપ્ત થયા છે.

કાપડના વિભાગમાં ભરતકામ, ટાઇ-ડાઇ તેમજ આભલા અને ગુંથેલ કાપડના નમુના જોવા મળે છે.

લોકોની રહેણી કરણી દર્શાવતા વિભાગમાં પુતળા દ્વારા તેમની જીવનશૈલિ આબેહુબ દર્શાવાઇ છે.

Contributors and sources for this content

Bhuj Information Center is built thanks to Bhuj citizens contributions.
If you want to correct or add any information regarding the subject of this page : 

Please Contact us!