છતરડી (રાજાશાહિ સ્મશાન)

કચ્છના મહારાઓની સમાધિ એટલે "છતરડી" અથવા "છત્રી" ! કચ્છમાં રાજાશાહિ યુગમાં ૧૮ રાજવીઓ થઇ ગયા. આ ૧૮ મહારાઓમાંથી ૧૬ મહારાઓની સમાધિ આ છતરડીમાં જોવા મળે છે . સામાન્ય રીતે જોતાં ખ્યાલ આવે છે કે ભુજની આસપાસ જુના ભુજના કોટ વિસ્તારની બહાર હિન્દુ, મુસ્લિમ કે અન્ય સમાજોના સ્મશાનની જગ્યા રાખવામાં આવી હતી એ જ રીતે છતરડી પણ કોટની બહાર હમીરસરની પશ્ચિમે બનાવવામાં આવી છે .   કચ્છના પ્રથમ રાજવી મહારાવ ખેગારજીની પ્રથમ સમાધિ અહી કરવામાં આવી. અહી મહારાવ મદનસિંહજીના અગ્નિદાહ સંસ્કાર કરવામાં આવ્યા હતા પરંતુ તેમનું સ્મારક બનાવવામાં આવેલ નથી.  

001_chatardi.jpg dsc_5343.jpg
૨૦૦૧ પહેલાંની રાવ લખપતજીની છતરડીનો દયારામ જણસારીએ લીધેલ તસવીર ૨૦૦૧ના ભુકંપ બાદ લખપતજીની છતરડીનો દયારામ જણસારીએ લીધેલ તસવીર

મહારાવ હિંમતસિંહજીની સમાધિ પણ અહિ નથી. અહી વચ્ચે આવેલી વિશાળ છતરડી કચ્છના સંવત ૧૮૧૭માં થઇ ગયેલા ૧૦મા રાજવી મહારાવ લખપતજીની છતરડી છે . અહી તેમની સાથે તેમની રાણી અને ૧૬ "વડારણ" એટલે કે દાસીઓએ પણ તેમના રાજા માટે જીવ આપ્યો હોવાથી તેમની સમાધિઓ પણ બનાવવામાં આવી છે .

dsc_5347_0.jpg

રાજવીઓ ઉપરાંત પખાલી સમાજનું સ્મશાન પણ અહી આવેલ છે . તેમજ રાજપુત સમાજનું સ્મશાન પણ અહી છે ..

img_2007.jpg 
"છતરડી"માં આવેલ પખાલી સમાજનું સ્મ્શાન્. 

ઇ.સ. ૧૮૧૯, ૧૮૫૬ તેમજ ૨૦૦૧ માં કચ્છમાં ધરતીકંપ થયા. ઇ.સ. ૧૮૫૬ ના ધરતીકંપમાં મહારાવ ખેગારજીની છત્રીને નુક્સાન થયું હતું જ્યારે ઇ.સ. ૨૦૦૧ના  ધરતીકંપમાં મોટા ભાગની છત્રીઓ નુકસાન પામી. હાલમાં પુરાતત્વ ખાતા દ્વારા આ છત્રીઓને રેટ્રોફીટ કરવાની કામગીરી હાથ પર છે .

img_2056.jpg

આ છત્રીઓ પર બનાવવામાં આવેલ ઘુમ્મટ પર હાથે બનાવેલ કાચ અને પથ્થરની ટાઇલ્સનો ઉપયોગ કરી સુંદર કલાક્રુતિ બનાવવામાં આવી છે. છત્રીઓ સેન્ડ સ્ટોનની બનેલી છે .

img_2072-002.jpg 
સેન્ડ સ્ટોન્માંથી બનેલ સુંદર કલાત્મક છતરડી..

“છતરડી"ના આ વિસ્તારમાં "હમ દિલ દે ચુકે સનમ", “લગાન", “રેફુયુજી" જેવી બોલીવુડની ફિલ્મોના શુટીંગ કરવામાં આવ્યાં છે . પુરાતત્વ ખાતા દ્વારા આ છતરડીને રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવેલ છે .

Contributors and sources for this content

Bhuj Information Center is built thanks to Bhuj citizens contributions.
If you want to correct or add any information regarding the subject of this page : 

Please Contact us!