આશાપુરા મંદિર
ખેગારજી પહેલાના સમયમાં જ્યારે ભુજની સ્થાપના સમયે ખીલી ખોડાઇ ત્યારે તેની સાથે જ આ મંદિરની સ્થાપના કરવામાં આવેલ છે . હાલમાં મંદિરમાં આશાપુરા માતાજીની ૨ મુર્તિ જોઇ શકાય છે જેમાંથી એક જ મુર્તિની સ્થાપના કરવામાં આવેલ હતી. ઇ.સ. ૧૭૮૦માં વિધર્મ વખતે મંદિરના પુજારી મુળ મુર્તિ ભુગર્ભમાં લઇ ગયા અને અન્ય મુર્તિની પ્રતિષ્ઠા કરી. અંજારના બાર ભાઇઓએ જ્યારે રાયધણજીને હરાવ્યા ત્યાર બાદ મુળ મુર્તિની સ્થાપના કરવામાં આવી. છેલ્લાં ૩૫૦ વર્ષથી બે મુર્તિઓ પુજામાં સ્થાપિત છે .
કચ્છના રાણી આ મંદિરે દર્શન કરવા આવતાં તેમને કોઇ જોઇ ન શકે એ માટે મંદિરના પ્રાંગણની દિવાલ ઉંચી રાખવામાં આવેલ છે . મંદિરમાં એક વિશાળ ઘંટ રાખવામાં આવ્યો છે જ્યારે મહારાવ મંદિરે આવતા ત્યારે આ ઘંટ વગાડવામાં આવતો . આજે પણ સવારે ૫ વાગ્યે અને ૯ વાગ્યે ઘંટ વગાડવાનો રિવાજ છે .
Contributors and sources for this content
Bhuj Information Center is built thanks to Bhuj citizens contributions.
If you want to correct or add any information regarding the subject of this page :
Please Contact us!